નવી દિલ્હી : શનિવાર રાત્રે રેલવે સ્ટેશન પર મચેલી નાસભાગ માં ૧૮ મુસાફરો ના મોત થયા હતા.
સરકારે નાસભાગ પીડિતોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. અકસ્માતમાં પરિવારના સભ્યો ગુમાવનારાઓને 10 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જ્યારે સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. વળતરની રકમનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ ઘટના પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર લખ્યું, 'નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી દુર્ભાગ્યપૂર્ણ નાસભાગથી હું ખૂબ જ દુઃખી છું.' જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. આખી ટીમ આ દુ:ખદ ઘટનાથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
Reporter: admin