દિલ્હી : વિધાનસભા ચૂંટણી પરિણામોએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલના ભવિષ્ય પર મોટું પ્રશ્નચિન્હ લગાવી દીધું છે.
વર્ષ 2013માં દિલ્હીથી કેજરીવાલે રાજનીતિમાં ચોંકાવનારી રીતે પ્રવેશ કર્યો હતો, આ દિલ્હીએ જ કેજરીવાલના ભવિષ્ય પર સવાલ ઉભો કર્યો છે.પંજાબમાં 2028માં રાજ્યસભા ચૂંટણી થશે અને દિલ્હીમાં 2030માં વિધાનસભા ચૂંટણી યોજાશે. આ સ્થિતિમાં કેજરીવાલ હવે માત્ર આમ આદમી પાર્ટીના સંયોજક બનીને રહેશે. આ પદ પણ તેમની પાસે કેટલા દિવસ રહેશે તેની કોઇ ગેરંટી નથી.
શરાબ કૌભાંડમાં ઈડીએ સમગ્ર આમ આદમી પાર્ટીને આરોપી બનાવી છે, અને જો પાર્ટી અદાલતમાં દોષી સાબિત થશે તો પાર્ટી પણ ખતમ થઈ જશે અને કેજરીવાલ પાસે સંયોજક પદ પણ નહીં રહે.કેજરીવાલ જે સરકારી બંગલામાં રહે છે તે પણ હવે ખાલી કરવો પડશે. પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે કેજરીવાલે શીશમહેલ માટે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા તે પાણીમાં ગયા છે. આ શીશમહેલ કેજરીવાલ માટે ઘણો અશુભ રહ્યો છે. પહેલાં તેમણે જેલ જવું પડ્યું હતુ અને હવે ચૂંટણીમાં પણ હાર થઈ હતી.
Reporter: admin