કોઈ નેતા કે કોઈ મોટું માથું આજ ખાડામાં પડીને જો મરી ગયો હોત તો અત્યારે આખું વડોદરા શહેર માથે લીધું હોત

અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે ગરીબોને ક્યારેય ન્યાય મળતો નથી..
રસ્તા પર પડેલા ખાડામાં પટકાતા થોડા દિવસ પહેલા એક રિક્ષા ચાલકનું મોત થયું હતું. જો કે આ મામલે કોર્પોરેશને સયાજી હોસ્પિટલમાંથી રિક્ષા ચાલકના પીએમનો પ્રાથમિક રિપોર્ટ મંગાવતા તેમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના કારણે રિક્ષા ચાલકનું મોત થયું હોવાનું જણાવાયું છે. કોર્પોરેશનના અધિકારી ધાર્મિક દવેને આ બાબતે પુછતા તેમણે જણાવ્યું કે અમે આ મામલે એસએસજીના સુપ્રિટેન્ડન્ટ પાસેથી પીએમ રિપોર્ટ મંગાવ્યો હતો.જેમાં

પીએમના પ્રાથમિક રિપોર્ટમાં રિક્ષા ચાલકનું મોત ડ્રિંક એન્ડ ડ્રાઇવના કારણે થયું હોવાનું જણાવાયું છે. ઉપરાંત રિક્ષા ચાલકને કોઇ ઇજા પણ ના થઇ હોવાનું પીએમ રિપોર્ટમાં જણાવાયું છે. બીજી તરફ આ મામલે રાજકમલ બિલ્ડર્સને પુછતાં તેણે પોતે કરેલા કામમાં રિક્ષા ચાલકનું પડી જવાથી મોત ના થયું હોવાનો ખુલાસો કર્યો છે. સમગ્ર મામલામાં કંઈક રંધાઈ ગયું છે તે વાત નક્કી છે. કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન વળતર આપવું ના પડે તેથી જવાબદારીમાંથી છટકવા માંગે છે. કોઈ નેતા કે કોઈ મોટું માથું આજ ખાડામાં પડીને જો મરી ગયો હોત તો અત્યારે આખું વડોદરા શહેર માથે લીધું હોત. અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે ગરીબોને ક્યારેય ન્યાય મળતો નથી.
Reporter:







