છોટા ઉદેપુર જિલ્લામાં નકલી કચેરીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતનું છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. છોટા ઉદેપુર જિલ્લામાં નકલી કચેરી ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતને ગભરામણ થતા જેલ સત્તાવાળાઓને જાણ કરતા તાત્કાલિક તેને છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાતો હતો, જ્યાં તેની લગભગ અડધો કલાક જેટલી ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સંદીપ રાજપૂત છેલ્લા સાત મહિનાથી નકલી કચેરી કૌભાંડમાં છોટા ઉદેપુરની જેલમાં બંધ હતો.
છોટા ઉદેપુર જીલ્લામાં નકલી કચેરી ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતને ગભરામણ થતા જેલ સત્તા વાળાઓને જાણ કરતા તાત્કાલિક તેને છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાતો હતો, જ્યાં તેની લગભગ અડધો કલાક જેટલી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. એસડીએમ,પોલીસ અધિકારીઓએ હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી હતી અને સંદીપ રાજપૂતની લાશનું પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવાનું નક્કી કરતા સંદીપ રાજપૂતના પરિવારજનોની હાજરીમાં વડોદરા રવાના કરવામાં આવી હતી.
Reporter: News Plus