નૃત્ય વિભાગ, પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા એક દિવસીય ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું .

વર્ષોની પરંપરાથી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે, વિભાગીય અધ્યક્ષ ડૉ.સ્મૃતિ વાધેલાના કહેવા મુજબ આ કાર્યક્રમના આયોજન ધ્વારા આજના યુગના વિધાર્થીઓને તેમજ બહારના દેશ થી ભણવા આવેલા વિધાર્થીઓને ગુજરાતની પ્રાચીન સમૃદ્ધ પરંપરા તેમજ સંસ્કૃતિના દર્શન કરાવવાનો હેતુ છે. માતાજી ની ભક્તિ માં તરબતોળ થવાનો આ સુંદર દિવસ એટલે શક્તિ પર્વ.

આ કાર્યક્રમ ની સફળતા અપાવવા તમામ વિભાગીય અધ્યક્ષો તેમજ ફેકલ્ટીના ડીન નો સદૈવ સહકાર તેમજ પ્રોત્સાહન સાંપડ્યું છે.આ કાર્યક્રમમાં વિભાગના તેમજ ફેકલ્ટીના તમામ વિધાર્થીઓ, શિક્ષકો જોડાયા અને સુંદર આયોજનને વેગ અપાવ્યો.ફેકલ્ટી ડીન પ્રો.ગૌરાંગ ભાવસાર એ આશિર્વચન પાઠવ્યા કે આ રીત ના કાર્યક્રમોના આયોજનો થકી વિદ્યાર્થીઓમાં આપણી સંસ્કૃતિ માટેની જાગૃતિ તેમજ ભક્તિ ભાવ પ્રગટ થાય છે.



Reporter: admin







