News Portal...

Breaking News :

ગ્રાહકની 24 પૈસા માટેની કાનુની લડાઈ, ગ્રાહકને ગ્રાહક ફોરમે ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો

2024-10-16 10:23:30
ગ્રાહકની 24 પૈસા માટેની કાનુની લડાઈ, ગ્રાહકને ગ્રાહક ફોરમે ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો


અમદાવાદ: ગુજરાતમાં એક ગ્રાહકને 24 પૈસા માટેની કાનુની લડાઈ ઘણી મોંઘી સાબિત થઈ છે. માત્ર 24 પૈસા માટે કાનુની દાવો માંડનાર ગ્રાહકને ગ્રાહક ફોરમે એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 


આ મામલે પંચે ન્યાયની મજાક ઉડાડવા તથા સમય બગાડવાની આકરી ટીપ્પણી કરી હતી. અમદાવાદ જિલ્લાના દેત્રોજનાં પ્રશાંત પટેલ આ વર્ષે 10 મી જાન્યુઆરીએ પીઝા ખાવા ગયા હતા. ત્યાં રેસ્ટોરન્ટ તરફથી તેમને રૂપિયા 665નું બીલ આપ્યુ હતું. હકીકતે બિલ 664.76 પૈસાનું હતું પરંતુ રાઉન્ડ ઓફ સીસ્ટમ મુજબ 665 રૂપિયા કરીને આપ્યું હતું. 


બિલમાં વધારાના 24 પૈસા સામે તેમણે વાંધો ઉઠાવ્યો અને ‘ઓવર ચાર્જ’નો આરોપ મુકયો હતો. રેસ્ટોરન્ટના સ્ટાફે આ બાબતે મેનેજમેન્ટનું ધ્યાન દોરવાની અને જો વધારે ચાર્જ લેવામાં આવે તો રિફંડ મોકલવાની જવાબદારી લીધી હતી.

Reporter: admin

Related Post