મુંબઈ : મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ અમેરિકા અને ભારતના ટેરિફ ટેન્શન વચ્ચે એક મહત્ત્વનું પગલું લીધું છે.
મળતી માહિતી મુજબ નીતા અને મુકેશ દ્વારા ન્યૂયોર્ક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ઈન્ડિયા વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ કાર્યક્રમની તારીખ લંબાવવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે.એનએમએસીસી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અનિવાર્ય કારણ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં યોજાનારો કાર્યક્રમમાં હાલમાં મોકુફ રાખવામાં આવ્યો છે.અમેરિકા અને ઈન્ડિયા વચ્ચે ચાલી રહેલાં ટેરિફ ટેન્શનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ બાબતે કાર્યક્રમના મુખ્ય આયોજક નીતા અંબાણી દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.
અંબાણી પરિવાર દ્વારા હાલમાં જ ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ દર વખત કરતાં આ સમયે આ ગણેશોત્સવની ચમક થોડી ઝાંખી પડેલી દેખાઈ હતી.થોડાક દિવસ પહેલાં જ અંબાણી પરિવારના બિગ બોસ એટલે કે કોકિલાબેન અંબાણીની તબિયત ખરાબ થતાં તેમને એરલિફ્ટ કરીને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અંબાણી પરિવાર દ્વારા આ બાબતે પણ કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નહોતું આપવામાં આવ્યું કે ચોક્કસ કયા કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે આ સ્થિતિમાં આ ઈવેન્ટ કેન્સલ કરીને પણ અંબાણી પરિવારમાં બધું બરાબર છે કે નહીં એ મુદ્દે પણ સવાલો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે.
Reporter: admin







