News Portal...

Breaking News :

ભાઉકાળેની ગલીમાં પૌરાણિક રિધ્ધિ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે ભક્તોની ભીડ

2025-07-14 12:32:20
ભાઉકાળેની ગલીમાં પૌરાણિક રિધ્ધિ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે ભક્તોની ભીડ


વડોદરા : આજે અષાઢ સુદ ચોથને સંકષ્ટ ચતુર્થી નિમિત્તે રાવપુરા સ્થિત ભાઉકાળેની ગલીમાં આવેલા પૌરાણિક રિધ્ધિ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે ભક્તોએ વહેલી સવારથી દર્શન પૂજન કર્યા હતા.



વિધ્નહર્તા એ સૌના જીવનમાં સર્વે પ્રકારના વિધ્નો,આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર કરી કાર્ય સફળતા અપાવે છે એટલે જ કોઇપણ શુભ કાર્યની શરુઆત ભગવાન શ્રી ગણેશજીના પૂજન બાદ કરવામાં આવે છે ત્યારે આજે અષાઢ સુદ ચોથ એટલે સંકષ્ટ ચતુર્થી જેને સંકટ ચોથ છે.


શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ભાઉકાળેની ગલીમાં આવેલા પૌરાણિક રિદ્ધિ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી સાથે જ અહીં ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન પૂજન કર્યા હતા. રાત્રે 10:,04મીનીટે ચંદ્રદર્શન થશે.ભક્તોએ ઉપવાસ રાખી આજે ભગવાન ગણેશજીને દુર્વા,ફૂલો અર્પણ કરી દર્શન પૂજન કર્યા હતા.

Reporter: admin

Related Post