News Portal...

Breaking News :

મકરપુરા પાસે રેલ્વે ટ્રેક પર મગરનું ગંભીર ઇજાઓ થતાં મોત થયું

2025-06-19 11:29:23
મકરપુરા પાસે રેલ્વે ટ્રેક પર મગરનું ગંભીર ઇજાઓ થતાં મોત થયું


વડોદરા: વડોદરા શહેરમાં મેઘરાજાની હજુ તો પધરામણી થઈ છે ત્યાં તો શહેરના જાહેર માર્ગ ઉપર મગરો કરતા થયા છે. 


વિશ્વામિત્રી નદીના કોતરમાંથી બહાર આવેલા સાત ફૂટ લાંબા મગરનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. મકરપુરા પાસે રેલ્વે ટ્રેક પર મગર આવી ચઢ્યો હતો.મગરનાં માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત  થયું છે.મૃત મગરનું પશુ ચિકિત્સાલય દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું છે.છેલ્લા છ મહિનામાં પાંચ મગરોનાં મૃતદેહ મળ્યાં હતા.

Reporter: admin

Related Post