News Portal...

Breaking News :

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધનું ભીષણ સ્વરૂપ

2025-06-19 11:19:02
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધનું ભીષણ સ્વરૂપ


તહેરાન: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ ભીષણ સ્વરૂપ ધારણ કરતું જઇ રહ્યું છે. ઈઝરાયલ જે રીતે ઈરાન પર આડેધડ હુમલા કરી રહ્યું છે તે રીતે જ ઈરાન પણ હવે ઈઝરાયલમાં તબાહી મચાવવામાં પીછેહઠ કરી રહ્યું નથી. 


ઈરાને ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલથી હુમલા કરીને ઈઝરાયલને હચમચાવી નાખ્યું છે. માહિતી અનુસાર ઈરાને ઈઝરાયલમાં આવેલી સોરોકા હોસ્પિટલને નિશાન બનાવી હતી. 4 બેલેસ્ટિક મિસાઈલ ઝીંકીને ઈરાને અહીં મોટાપાયે વિનાશ વેર્યો હતો. હુમલા બાદના દૃશ્યો પણ સામે આવ્યા હતા જેમાં હોસ્પિટલને થયેલું મોટું નુકસાન દેખાઈ રહ્યું છે. જોકે હજુ સુધી આ હુમલામાં કેટલા લોકોના મોત કે ઈજાગ્રસ્ત થયા છે તેના આંકડા સામે આવ્યા નથી.

Reporter: admin

Related Post