શહેરના લાલબાગ બ્રિજ નીચેથી રીક્ષા ચોરીના આરોપમાં ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં તેને રાજ્યના અન્ય શહેરોમાં 16 થી વધુ ગુના આચર્યા હોવાની કબુલાતના પગલે ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં વાહન ચોરીના વધતા જતા બનાવોને અટકાવવા માટે શેર ક્રાઈમ બ્રાન્ચે વિવિધ સ્થળોએ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાનમાં લાલબાગ બ્રિજ નીચે ઓટોરિક્ષા ચાલકની શકના આધારે પુછપરછ કરતા રીક્ષા ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. તેનું નામ પુછતા મહેબુબખાન આદમખાન પઠાણ રહે, સુલતાનીયા જીમખાના, રાંદેર, સુરતનો હોવાનું તેમજ આ ઓટો રીક્ષા તેને ત્રણ દિવસ પહેલા સયાજીગંજના કમાટીબાગ પાસેથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચથી વધુ તપાસમાં આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમજ આરોપીએ રાજ્યના સુરત, અમદાવાદ, મહેસાણા, દાહોદ,ભરૂચ સહીતના શહેરોમાંથી વાહન ચોરી કરી હોવાનું અને તેની સામે 16 થી વધારે પોલીસ ચોપડે ગુના નોધાયા હોવાનું બહાર આવ્યું છે. રૂપિયા એક લાખની કિંમતની ઓટોરીક્ષા કબજે લઈને વાહન ચોરીના ગુનામાં આરોપી મહેબુબખાન પઠાણની ધડપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: News Plus