લખનઉ: ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટી (SP) ના સાંસદ પ્રિયા સરોજ આજે લખનઉમાં સગાઈ કરી રહ્યા છે.
શહેરની 5-સ્ટાર હોટલમાં સગાઈ રાખવામાં આવી છે. આ ખાસ પ્રસંગે પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમાર, પિયુષ ચાવલા અને ઉત્તર પ્રદેશ રણજી ટીમના કેપ્ટન આર્યન જુયાલ સહિતના મહેમાનો પહોંચી ગયા છે. રિંકુ સિંહ પણ પોતાના પરિવાર સાથે મોડી રાત્રે હોટેલ પહોંચ્યો હતો.હોટલમાં રિંગ સેરેમની માટે 15 રૂમ બુક કરવામાં આવ્યા છે, જેમાંથી 5 રૂમ રિંકુના મિત્રો માટે રિઝર્વ છે. આ સગાઈ સમારોહમાં અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ અને પ્રિયાના સાંસદ મિત્ર ઇકરા હસન પણ હાજર રહેશે.
સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 300 મહેમાનોને સ્પેશિયલ પાસથી એન્ટ્રી આપવામાં આવશે, જેમાં બારકોડ સ્કેનિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે.રિંકુના પરિવારના સભ્યો, તેમના ભાઈ, બહેન અને અન્ય સંબંધીઓ સગાઈના પ્રસંગે મસ્તી કરતા અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, પરિવારના સભ્યો અને તેમના મહેમાનોએ લખનવી ભોજનનો આનંદ માણ્યો હતો.હોટલના 'ફલકર્ન (Fulcurn) હોલ' ને સગાઈ સમારોહ માટે પસંદ કરવામાં આવ્યો છે, જેની કેપેસીટી 300 થી વધુ લોકોની છે. મોડી રાત સુધી સેરેમની માટે 12x16 ફૂટનો ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવતો હતો. તેમજ ભોજનમાં લખનવી ડીશનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રિંકુ અને પ્રિયાની ફેવરીટ ડિશનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.રિંગ સેરેમનીમાં સુરક્ષાનો ખાસ બંદોબસ્ત છે. 300 મહેમાનોને સ્પેશિયલ પાસથી એન્ટ્રી આપવામાં આવશે, જેમાં બારકોડ સ્કેનિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત, VIP મહેમાનોને કોઈ મુશ્કેલી ન થાય તે માટે સ્પેશિયલ સિક્યુરિટી ટીમ પણ એલર્ટ મોડ પર રહેશે. હોટેલની આસપાસ પણ પ્રાઈવેટ અને પોલીસની સુરક્ષા તૈનાત રહેશે.હોટેલના શેફ આશિષ શાહીએ જણાવ્યું કે મેનુમાં માત્ર વેજીટેરીયન ભોજન જ રહેશે. આ ઉપરાંત, લાઇવ કાઉન્ટર્સ પર વેલકમ ડ્રિંક્સ રહેશે. સ્ટાર્ટરમાં યુરોપિયન, ચાઈનીઝ, એશિયન અને ઇન્ડિયન વાનગીઓ પણ હશે. જેમાં ગુલાબની ઠંડી ખીર અને અચારી સિગાર રોલ તેમની ખાસ આઈટમ છે.શેફ આશિષે જણાવ્યું કે, 'મેઈનકોર્સમાં મલાઈ કોફ્તા, કઢાઈ પનીર વગેરે રહેશે. મિક્સ વેજ પણ અલગ-અલગ પ્રકારના હશે. ફક્ત વેજ હોવાથી અમે બધી જ વસ્તુઓને કવર કરવાનો પ્રયાસ કર્યો છે.' ચાઈનીઝ સ્ટાર્ટરમાં મંચુરિયન સ્પ્રિંગ રોલ અને અન્ય વાનગીઓ પણ હશે. ચાઈનીઝ મેઈનકોર્સમાં નૂડલ્સ પણ હશે. મહેમાનો આવશે ત્યારે તેમને 'કુહાડા' (કોકોનટ બેઝ્ડ ડ્રિંક) પીરસવામાં આવશે.
Reporter: admin







