News Portal...

Breaking News :

કોર્પોરેટરના નામના બોગસ સહી સિક્કા બનાવીને આધાર કાર્ડ બનાવાનું કૌંભાડ.

2025-05-25 10:30:09
કોર્પોરેટરના નામના બોગસ સહી સિક્કા બનાવીને આધાર કાર્ડ બનાવાનું કૌંભાડ.


કોર્પોરેટર ટ્વીન્કલ ત્રિવેદીએ આ મામલે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરુ કરી..


સરકારી કાગળોમાં છેડછાડ કરીને અસામાજીક તત્વો તેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે

કોર્પોરેટરના ડુપ્લીકેટ સહી સિક્કાથી ચાલતું નકલી સીએસસી સેન્ટર ઝડપાયું છે. અહી કોર્પોરેટરના બોગસ સહી સિક્કાનો ઉપયોગ કરીને આધાર કાર્ડ બનાવાની કામગિરી થતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. કોર્પોરેટર ટ્વીન્કલ બેન ત્રિવેદીએ જણાવ્યું કે અમે આ મામલે પોલીસને જાણ કરી છે અને તપાસ કરાઇ રહી છે. મારા હસબન્ડ ભાયલી સીએસસીમાં ગયા ત્યારે ત્યાં તેમણે મારા નામના ખોટા સહી સિક્કા જોયા હતા. તેમણે મને ફોટા મોકલ્યા તો જાણ થઇ કે એ મારા નામના સહી સિક્કા છે. એથી અમે પોલીસને જાણ કરી છે. ડુપ્લીકેટ સહી સિક્કા હોવાનું મને જાણવા મળે છે. આધાર કાર્ડ માટે એડ્રેસ બદલવા માટે ઉપયોગ કરાયો હોય તેવુ લાગે છે. મારી જાણ બહાર જ કોઇએ મારી સહી અને સિક્કા બનાવ્યા છે. ઘણા સેન્ટરોમાં આવું ચાલતું હોય તો તપાસ કરવી જરુરી છે. બાંગ્લાદેશીઓને જે રીતે ગેરકાયદેસર રહે છે તે આ પ્રકારે ખોટા આધાર કાર્ડ બનાવતા હોય છે. સરકારી કાગળોમાં છેડછાડ કરીને અસામાજીક તત્વો તેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે, કોર્પોરેટર ટ્વીન્કલ ત્રિવેદીએ આ મામલે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરુ કરી છે. 



અગાઉ બોગસ જન્મના દાખલા પકડાયા હતા...
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં રાવપુરા વિસ્તારમાં તથા માંજલપુર વિસ્તારમાં બોગસ જન્મના દાખલા પકડાયા હતા અને આ મામલે ત્રણ વ્યક્તિઓની અટકાયત પણ કરાઇ હતી. કેટલાક લેભાગુ તત્વો બોગસ જન્મના દાખલા બનાવીને આધારકાર્ડ બનાવા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. શહેરમાં બાંગ્લાદેશીઓ સામે સઘન અભિયાન શરુ થયું ત્યારે ઘણા બાંગ્લાદેશીઓ આ પ્રકારે બોગસ દસ્તાવેજોના આધારે વર્ષોથી રહેતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલાની પોલીસે ગંભીરતાથી તપાસ કરવી જોઇએ કારણ કે બોગસ આધાર કાર્ડ બનાવીને તેનો કોઇ પણ પ્રકારનો ગેરકાદેસરનો ઉપયોગ થઇ શકે છે.

Reporter: admin

Related Post