News Portal...

Breaking News :

આપના ધારાસભ્ય ચૈતર વસાવાની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી

2025-07-15 09:58:34
આપના ધારાસભ્ય ચૈતર વસાવાની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી


નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને 'લાફા કાંડ' સંબંધિત કેસમાં જામીન મેળવવા માટે હજુ પણ રાહ જોવી પડશે. 


નીચલી કોર્ટ બાદ હવે સેશન્સ કોર્ટે પણ તેમના રેગ્યુલર જામીન નામંજૂર કર્યા છે, જેના કારણે તેમને જેલવાસ ભોગવવો પડશે અને હવે જામીન અરજી માટે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવવો પડશે. બીજી બાજુ આ કેસમાં ફરિયાદી ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાનો એક પત્ર વાયરલ થયો છે, જેમાં તેમણે લખ્યું છે કે ચૈતર જાહેરમાં માફી માંગે તો પોતે કેસ પાછો ખેંચી લેશે.તેમ પણ જણાવ્યું છે ચૈતર વસાવા સામે 2023માં અગાઉ પણ એક ગુનો નોંધાયેલો છે. કોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા કે ફરી આવો ગુનો નહીં કરે. છતાં 5 જુલાઈએ તેમણે ગુનો કર્યો છે.2022માં લૂટ અને મારામારીના કેસમાં તેમને 6 માસની સજા થઈ હતી. 


પ્રોબેશન પર છૂટ્યા બાદ પણ તેમણે ભરૂચ, અંકલેશ્વર, રાજપારડી અને નેત્રંગમાં ગુના કર્યા છે. ધારાસભ્ય બનતા પહેલા તેમને તડીપાર અને પાસા હેઠળ પણ સજા થઈ હતી. કુલ 18 જેટલા ગુના તેમના નામે નોંધાયેલા છે. સરકારી કચેરી અને પોલીસ સ્ટેશનને નુકસાની પોંહચાડવાની જે ધમકી મળી હતી તે કોર્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં બંધ છે. આ મામલો દેડિયાપાડા ખાતે ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન સર્જાયો હતો. ગત શનિવારે, ૫ જુલાઈએ, ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. આ ઘટના બાદ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

Reporter: admin

Related Post