News Portal...

Breaking News :

બ્લાસ્ટ ભૂલથી થયો હોઈ શકે? ડૉ. ઉમર ગભરાઈ ગયો અને ઉતાવળમાં બનાવાયેલા એક્સપ્લોઝિવ ડિવાઇસને બીજી જગ્યાએ ખસેડી રહ્યો હતો

2025-11-12 11:44:45
બ્લાસ્ટ ભૂલથી થયો હોઈ શકે? ડૉ. ઉમર ગભરાઈ ગયો અને ઉતાવળમાં બનાવાયેલા એક્સપ્લોઝિવ ડિવાઇસને બીજી જગ્યાએ ખસેડી રહ્યો હતો


દિલ્હી : લાલ કિલ્લા બ્લાસ્ટ સમયે i20 કારમાં ડૉ. ઉમર મોહમ્મદ એકલો જ હતો અને તે પોતે જ કાર ચલાવી રહ્યો હતો. 


વિસ્ફોટ એટલો ભયાનક હતો કે કાર જમીનથી ઘણા ફૂટ ઉપર ઉછળી ગઈ હતી અને નજીકની પોલીસ ચોકીની દીવાલ અને છતને પણ નુકસાન થયું હતું. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે પ્રારંભિક તપાસ મુજબ, આ બ્લાસ્ટ "ભૂલથી" થયો હોઈ શકે છે. એજન્સીઓનું માનવું છે કે જ્યારે ફરીદાબાદમાં એક આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો, ત્યારે ડૉ. ઉમર ગભરાઈ ગયો અને ઉતાવળમાં બનાવાયેલા એક્સપ્લોઝિવ ડિવાઇસને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી રહ્યો હતો. 


આ ઉતાવળમાં જ કદાચ અકસ્માતે વિસ્ફોટ થઈ ગયો.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ડૉ. ઉમર ફરીદાબાદમાં તેના સાથીઓની ધરપકડના સમાચાર મળ્યા બાદ લગભગ ત્રણ કલાક સુધી સુનહરી મસ્જિદની પાર્કિંગમાં પોતાની કારમાં બેસીને ઇન્ટરનેટ પર અપડેટ્સ સર્ચ કરતો રહ્યો હતો. એજન્સીઓએ તેની કારના 11 કલાકના રૂટને ટ્રેસ કરવામાં સફળતા મેળવી છે.

Reporter: admin

Related Post