નવીદિલ્હી: આગામી સ્વતંત્રતા દિવસ 15 મી ઓગષ્ટના દિવસે દેશભરમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર માર્ચની જાહેરાત કરવામાં આવી છે. આ માટે ખેડૂતોને સાંઘુ અને શંભુ સહિત દિલ્હીની સરહદે પહોંચવાની અપીલ કરવામાં આવી છે.
ટ્રેક્ટર માર્ચની સાથે નવા ફોજદારી કાયદાની નકલો પણ બાળવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.ખેડૂત સંગઠનો દ્વાર નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 ઓગસ્ટે તેઓ મોદી સરકારની ‘અર્થી’ સળગાવશે. આ દરમિયાન એમએસપી પર કાયદાકીય ગેરંટી માટે જિલ્લા મુખ્યાલય પર પ્રદર્શન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત સંગઠનો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 15મી ઓગસ્ટે દેશભરમાં ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે.આ પ્રદર્શન દરમિયાન નવા ફોજદારી કાયદાઓની નકલ પણ સળગાવવામાં આવશે.
દેશભરના ખેડૂતોને સરકારની નીતિનો વિરોધ કરવા માટેની અપીલ કરવામાં આવી છે. શંભુ બોર્ડર પર ખેડૂતોને રાશન લઈને પહોંચવા લાગ્યા છે.શંભુ બોર્ડર પર ખેડૂતોએ લાંબા સમયથી પડાવ નાખ્યો છે. 31 ઓગસ્ટના રોજ ખેડૂત આંદોલનને 200 દિવસ પૂરા થશે. ખેડૂત સંગઠનોએ આ દિવસે તમામ ખેડૂતોને સરહદ પર પહોંચવાની અપીલ કરી છે. આ દરમિયાન 15મી સપ્ટેમ્બરે હરિયાણાના જીંદમાં અને 22મી સપ્ટેમ્બરે હરિયાણાના પીપલીમાં ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
Reporter: admin