News Portal...

Breaking News :

સિંઘ ઈઝ કિંગના બીજા ભાગમાં અક્ષય કુમારને રોલ ન આપવાની વાતથી તકરાર

2024-11-16 16:27:11
સિંઘ ઈઝ કિંગના બીજા ભાગમાં અક્ષય કુમારને રોલ ન આપવાની  વાતથી તકરાર


સિંઘ ઈઝ કિંગનો બીજો ભાગ આવવાની શક્યતા છે પરંતુ મુવીમા અક્ષય કુમારની જગ્યા પર રણવીર કે દિલજીતને લેવાની વાત સંભળાય રહી છે જેને લઇ તકરાર ચાલી રહી છે. 


આ મુવીમાં અક્ષય કુમારે મોટો ભાગ ફાળવ્યો હતો. નિર્માતા શૈલેષ સિંહની અક્ષયને ન લેવાની જાહેરાતથી ભારે વિવાદ ચાલુ થઇ ગયા છે. જોકે મુવીમાં અક્ષયનો 50% હક્ક છે જેથી પરમિશન વગર બીજો ભાગ બની શકે તેવું અશક્ય છે.અક્ષય કુમાર સહ નિર્માતા હોવાના કારણે તેની મંજૂરી જરૂરી છે. 


આ વાત અક્ષયની કાનૂની ટિમ દ્વારા જણાવાયું છે.સહ નિર્માતા હોવાના લીધે અક્ષયની પરવાનગી વગર કોઈ વ્યક્તિ બીજો ભાગ બનાવી શકે નહીં. જેને લઇ મુવીના કામમાં અટકાયત આવી છે. જોકે ફિલ્મ દર્શકોએ અક્ષયના પાત્રને ખુબ પસંદ કર્યું હતું.

Reporter: admin

Related Post