દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં રાવણ દહણ દરમિયાન ભારે વિવાદ થયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ આક્ષેપ કર્યો છે કે, ડાબેરી સમર્થિત વિદ્યાર્થીઓએ રાવણ દહનના કાર્યક્રમમાં બૂટ ફેંક્યા અને જાણી જોઈને કાર્યક્રમમાં અવરોધ ઊભો કર્યો છે.
એબીવીપીના નેતા પ્રવીણ કુમારે કહ્યું કે, ડાબેરી સંગઠન જાણીજોઈને અશાંતિ ફેલાવી રહ્યા છે. વાસ્તવમાં રાવણના પુતળાના 10 માથામાં દિલ્હી હિંસાના ષડયંત્રકાર આરોપી ઉમર ખાલિદ અને શરજીલ ઈમાન સહિત અનેકની ફોટો લગાવાઈ હતી.બીજીતરફ જેએનયુ વિદ્યાર્થી સંઘે (JNUSU) ઘટના અંગે કહ્યું છે કે, ‘એબીવીપી ધર્મનો ઉપયોગ કરીને રાજકીય લાભ ઉઠાવી રહી છે.
તેઓએ રાવણ દહન કાર્યક્રમમાં જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને શરજીલ ઈમામનો ચહેરો રાવણ તરીકે દેખાડ્યો છે, જ્યારે આ બંને છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ છે અને હજુ પણ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. જેએનયુ વિદ્યાર્થી સંઘે સવાલ ઉઠાવ્યો છે કે,ખાલિદ-શરજીલનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, તો એબીવીપી જાહેરમાં બંનેને કેવી રીતે દોષી ઠેરાવી શકે?
Reporter: admin







