News Portal...

Breaking News :

પ્રોટોકોલ વિના ખેલમહાકુંભ 3.0 ના સન્માન કાર્યક્રમમાં VSPFના સીઇઓ સ્ટેજ પર પહોંચી જતાં વિવાદ

2025-10-04 10:03:33
પ્રોટોકોલ વિના ખેલમહાકુંભ 3.0 ના સન્માન કાર્યક્રમમાં VSPFના સીઇઓ સ્ટેજ પર પહોંચી જતાં વિવાદ


ખેલ મહાકુંભ 3.0માં વડોદરા મહાનગરપાલિકાને સેકન્ડ રનર્સ અપ તરીકે સન્માનિત કરવામાં આવ્યા
તાજેતરમાં જ ખેલમહાકુંભ -2025માં વડોદરાની ટીમને 'બેસ્ટ મહાનગરપાલિકા સેકન્ડ રનર્સ અપ' તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યાં અમદાવાદ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે મ્યુનિસિપલ કમિશનરને સન્માનિત કરવામાં આવ્યા હતા. 


જેમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર તથા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસરની સાથે જેઓ પ્રોટોકોલમાં સામેલ નથી તેવા પ્રાઇવેટ કંપની વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રોહન ભાણગે પણ સ્ટેજ પર પહોંચી જતાં સમગ્ર મામલે ચર્ચા સાથે વિવાદ સર્જાયો છે.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલમહાકુંભ -2025 અંતર્ગત ખેલમહાકુંભ 3.0 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાની ટીમને ' બેસ્ટ મહાનગરપાલિકા સેકન્ડ રનર્સ અપ' તરીકે ત્રીજું સ્થાન મળ્યું હતું. આ ખેલ મહાકુંભમાં વિજેતાઓને અમદાવાદ ખાતે સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા મહાનગરપાલિકા હોય મ્યુનિસિપલ કમિશનરને તથા પ્રોટોકોલ મુજબ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર (DSO) અને ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર (DSDO) ને સ્ટેજ ઉપર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે આ ટ્રોફી અને સન્માન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ મ્યુનિસિપલ કમિશનર અને પ્રોટોકોલ મુજબ જે અધિકારીઓ સ્ટેજ પર ગયા હતા. તેઓની સાથે સાથે વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન નામની ખાનગી સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (C.E.O) રોહન ભાણગે પણ સ્ટેજ પર પ્રોટોકોલ વિના પહોંચી જતાં શહેરમાં ચર્ચા જાગી છે. આ ચર્ચા અને વિવાદનું કારણ એ છે કે, જ્યારે આ રીતે ખેલમહાકુંભમા વિજેતા ટીમ જો મહાનગરપાલિકાની હોય તો તેમાં મ્યુ. કમિશનર, મેયર તથા મ્યુનિસિપલ કમિશનર ના પ્રતિનિધિ જેઓ ઓથોરાઇઝ્ડ અધિકારી હોઈ તેઓને તેમજ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર ને સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવે છે. સાથે જ સૌથી વધુ મેડલ્સ અપાવનાર કોચ અથવા ઓફિસરને જવાની સતા હોય છે. પરંતુ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન નામની કંપની કે જેને શહેરના બે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના સ્ટેડિયમના મેઇન્ટેનન્સની જવાબદારી તથા રમતોના આયોજન થકી જે રેવન્યુ એટલે કે આવક થાય છે તે ભંડોળમાંથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના વિકાસ કરવા માટે બનાવવામાં આવી છે અને જવાબદારી સોંપવામાં આવી છે તેના ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સી.ઇ.ઓ.)  કે જેઓ કરાર આધારિત નિમણૂક કરવામાં આવેલા છે. તે રોહન ભાણગે જેઓ કાયમી નથી અને પ્રોટોકોલ મુજબ તેઓ આ સન્માન સમારોહમાં સ્ટેજ પર જઇ ન શકે તેમ છતાં મ્યુનિસિપલ કમિશનર સાથે સ્ટેજ પર પહોંચી ગયા હતા. જેને લઇને હવે એક નવો વિવાદ થયો છે.  દરેક શાળાઓના વ્યાયામ શિક્ષકો દ્વારા ખેલમહાકુંભ માં ખેલાડીઓને તૈયાર કરવામાં આવે છે અને જે શાળાઓનાં વિદ્યાર્થીઓ ખેલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી સૌથી વધારે મેડલ્સ જીતે છે તેવા કોચ અને સ્પોર્ટ્સ ઓફિસરને અધિકાર હોય છે આ મુજબ સન્માન માટે સ્ટેજ પર જવાનો પરંતુ અહીં પ્રોટોકોલનો ભંગ કરી જેઓનું નામ પ્રોટોકોલ મુજબ નથી.તેમ છતાં તેઓ સ્ટેજ પર પહોંચી જતાં સમગ્ર કોચ સહિતના અધિકારીઓમાં ચર્ચા જાગી છે.



હું એક રમતની સ્પર્ધામાં ત્યાં જ હતો એટલે મને ખબર નથી
વડોદરા મહાનગરપાલિકા ને સેકન્ડ રનર્સ અપ'તરીકે ત્રીજું સ્થાન મળ્યું છે અને તેના સન્માન કાર્યક્રમમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તથા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર સાથે પ્રોટોકોલ મુજબ હું પણ સ્ટેજ પર ગયો હતો. હું તે સમયે ત્યાં જ હતો કારણ કે વેઇટલિફ્ટિંગ ની સ્પર્ધા ચાલી રહી છે એટલે કોણે કોને આમંત્રિત કર્યા તે વિશે મને જાણ ન હતી પરંતુ જેવું સ્ટેજ પરથી વડોદરા માટે નામ એપાઈન્ટમેન્ટ થયું ત્યારે રોહન ભાણગે પણ પાછળ પાછળ સ્ટેજ પર પહોંચી ગયા હતા.તેઓને કોણે આમંત્રણ આપ્યું તે અંગેની મને માહિતી નથી.

-ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર, વડોદરા

ખરેખર પ્રોટોકોલ મુજબ તેઓ સ્ટેજ પર ન જઇ શકે 
જેઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન પ્રાઇવેટ કંપનીના સીઇઓ તરીકે નિમવામાં આવ્યા છે તેઓને બે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ના મેઇન્ટેનન્સની જવાબદારી છે અને રમતોમાથી થતી આવક થી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના વિકાસ ની જવાબદારી છે તેઓ કાયમી અધિકારી નથી કે આ ખેલમહાકુંભમાં તેઓનું યોગદાન મેડલ્સ અપાવવામાં પણ નથી રહ્યું તથા તેઓનું નામ પ્રોટોકોલ મુજબ પણ ન હોવા છતાં તેઓ આ સન્માન કાર્યક્રમમાં કેવી રીતે સ્ટેજ પર પહોંચી ગયા તે બાબતે મ્યુનિસિપલ કમિશનર જ વધુ કહી શકે.
- ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર વડોદરા

Reporter: admin

Related Post