News Portal...

Breaking News :

MSU માં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પૂર્વ વીસીના કાર્યકાળમાં થયેલી વિવાદિત નિમણૂકો હજી પણ યથાવત

2025-05-26 12:08:51
MSU માં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં  પૂર્વ વીસીના કાર્યકાળમાં થયેલી વિવાદિત નિમણૂકો હજી પણ યથાવત


વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પૂર્વ વીસીના કાર્યકાળમાં થયેલી વિવાદિત નિમણૂકો હજી પણ યથાવત છે.




મળતી વિગતો પ્રમાણે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં એવા ચાર અધ્યાપકોની નિમણૂક કરવાની હોય છે જેઓ કોઈ પણ વિભાગના હેડ કે ફેકલ્ટીના ડીન ના હોય.કોમન યુનિવર્સિટીના એકટમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ છે.યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, તત્કાલિન વાઈસ ચાન્સલેર ડો.વિજય શ્રીવાસ્તવના કાર્યકાળમાં આ બાબતની ધરાર અવગણના થઈ હતી અને આ કેટેગરીમાં ચાર એવા સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી જે ફેકલ્ટીના ડીન અથવા હેડ હતા.જેમાં ટેકનોલોજી ફેકલ્ટીના ડીન, એપ્લાઈડ કેેમેસ્ટ્રી વિભાગના હેડ, એન્વાર્યમેન્ટ સાયન્સ વિભાગના હેડનો સમાવેશ થતો હતો.


ડો.શ્રીવાસ્તવને વાઈસ ચાન્સેલર તરીકેની લાયકાતના વિવાદને લઈને જાન્યુઆરી મહિનામાં રાજીનામુ આપી દેવું પડયું હતું. જોકે એ પછી હજી સુધી આ વિવાદિત નિમણૂક ઈન્ચાર્જ વાઈસ ચાન્સલેર પ્રો.ધનેશ પટેલના કાર્યકાળમાં યથાવત રહી છે.આ ઉપરાંત એક્ઝિક્યુટિવ કાઉન્સિલરમાં યુનિવર્સિટીને સંલગ્ન કોલેજના પ્રિન્સિપાલની એક જગ્યા ખાલી રાખવામાં આવી છે.ઉપરાંત કન્ટ્રોલર ઓફ એકઝામની પણ નિમણૂક થયેલી હોવા છતા તેમને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સ્થાન નથી મળ્યું. ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર કોઈને કોઈ  કારણસર અગાઉના વાઈસ ચાન્સેલરના કાર્યકાળમાં  થયેલી નિમણૂકોને યથાવત રાખીને કામ કરી રહ્યા છે.

Reporter: admin

Related Post