શહેરના અલગ અલગ ઝોનમાં જુદા જુદા ટ્રાફિક ફિક્સર લગાવી આપવાના કામમાં ઓછા ભાવના ભાવપત્રને સ્શાયમાં દરખાસ્ત મૂકી છે..
જો કે સવાલ એ થાય છે કે ઓછા ભાવમાં કામગિરી કરવાથી કોન્ટ્રાક્ટર તે કામમાં કેવી વેઠ વાળશે. હલકી ગુણવત્તાની કામગિરી કરીને કોન્ટ્રાક્ટર પોતાનું કામ કરી લેશે તેવું પ્રતિત થાય છે.સ્થાયી સમિતી સમક્ષ જે દરખાસ્તો રજુ કરાઇ છે તેમાં ચારેય ઝોનમાં એક જ કોન્ટ્રાક્ટરને ઓછા ભાવમા કામ કરવાની દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં ટ્રાફિક નિયમન માટે 50 લાખનીટ નાણાંકિય રકમની મર્યાદામાં જુદા જુદા પ્રકારના ટ્રાફિક ફઇક્સર લાવી અને લગાવી આપવાના કામે કોન્ટ્રાક્ટર શાંતિલાલ બી પટેલના અંદાજીત રકમથી 26.50 ટકા ઓછા ભાવથી યુનિટ રેટ ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે.
આજ રીતે ઉત્તર ઝોનમાં તથા પૂર્વ ઝોનમાં અને દક્ષિણ ઝોનમાં પણ ટ્રાફિક ફિક્સર લાવી લગાવી આપવા માટે કોન્ટ્રાક્ટરશાંતિલાલ બી પટેલને અંદાજીત રકમથી 26 થી 50 ટકા ઓછા ભાવના યુનિટ ભાવપત્રને મંજુરી આપવામાં આવી છે.સ્થાયીએ જે રીતે ઓછા ભાવમાં મંજુરી આપી છે તે જોતાં કોન્ટ્રાક્ટર શાંતિલાલ બી પટેલ દ્વારા કેવી કામગિરી કરાશે તે જગજાહેર છે. હલકી ગુણવત્તાની કામગિરી કરીને તે પોતાનું કામ કરી લેશે પણ પાલિકાને કોઇ ફાયદો નહી થાય,
Reporter: admin