સાયબર ક્રિમીનલ્સ વિશે વારંવાર જાગૃતિ દાખવવા માટે સાયબર ક્રાઇમ એક્સપર્ટ્સ અને સાયબર ક્રાઇમ પોલીસ લોકોને અપીલ કરતી હોવા છતાં હજું પણ મોટી સંખ્યામાં લોકો સાયબર ક્રિમીનલથી છેતરાતા રહે છે.
આવો જ એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે જેમાં વોટ્સએપમાં ફેક આઇડી બનાવી પ્રોફાઇલ પિક્ચરમાં કંપનીના માલિકનો ફોટો મુકી પૈસા પડાવી દેવાયા હતા. આ મામલે વડોદરા શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ભેજાબાજની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફિયાદ નોંધાવી હતી કેટ તેના વોટ્સએપમાં એક મોબાઇળ નંબરથી એક મેસેજ આવ્યો હતો જેમાં તે વોટ્સએપ મેસેજમાં તેણે પ્રોફાઇલ પિક્ચર જોતાં તેમાં ફિયાદી જે કંપનીમાં કામ કરતા હતા તે કંપનીમા માલિકનો ફોટો જોવા મળ્યો હતો. આ મેસેજમાં લખાયુ હતું કે તે કંપનીના માલિક ગવર્મેન્ટ અધિકારી સાથે મિટીંગમાં છે અને તેમને કંપનીના નવા પ્રોજેક્ટ માટે પૈસાની જરુર છે. ભેજાબાજે આવો મેસેજ કરીને ફરિયાદીને બેંક ખાતા નંબર મોકલીને તે ખાતામાં 6900000 રુપિયા ટ્રાન્સફર કરાવડાવ્યા હતા.
જો કે ત્યારબાદ ફરિયાદીને જાણ થઇ હતી કે સાયબર ક્રિમીનલે તેમને ઠગી લીધા છે જેથી તેમણે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા આરોપીઓ ગાંધીનગર તરફ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને તેથી પોલીસની ટીમ ગાંધીનગર પહોંચી હતી અને ભેજાબાજ દર્શીલ પરેશ શાહ (રહે, અમદાવાદ)ની ધરપકડ કરીહતી. તેણે આ ગુનામાં છેતરપીંડીના મનાણા અન્ય આરોપીની મદદથી કમિશનવાળા બેંક ખાતાઓમાં નખાવીને થર્ડ પાર્ટી યુએસડીટી વેચતો હતો,પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે ભેજાબાજ દર્શીલ રીઢો ગુનેગાર છે. તે અગાઉ પણ અમદાવાદના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ પકડાયેલો હતો.
Reporter: admin