એસ.એમ.સીની ટીમ સતત વોચમાં હતી, તેવામાં આજે સવારે એક સફેદ રંગની બ્રીઝા કારમાં દારૂનો જથ્થો લાવાવમાં આવ્યો હતો. દરમિયાન એસ.એમ.સીની ટીમ દરોડો પાડતા એક ઘરમાંથી રૂ. 1,08,391 લાખની કિંમતની 616 નંગ દારૂની બોટલો મળી આવી હતી.

એસએમસીની રેઇડ પડતા જ મકરપુરા પોલીસ ઉંઘમાંથી જાગી હતી જો કે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સ્થળ પરથી દારૂના જથ્થા સાથે ચાર શખ્સોની અટકાયત કરી પુછતાછ કરતા દારૂનો ધંધો ચલાવનાર ધર્મેશ ઉર્ફે શંભુ સુરેશભાઇ કનોજીયા હોવાનું ખુલ્યું હતુ. જ્યારે દારૂનો જથ્થો રમીલા ઉર્ફે પ્રેમીલા વિશાલભાઇ પ્રજાપતી પુરો પાડતી હોવાની વિગતો સપાટી પર આવી હતી. જેથી પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ અને વાહનો મળી કૂલ રૂ. 8,96,421 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ પકડાયેલા આરોપીઓ સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. પોલીસે આ ગુનામાં અવધેશ પ્રેમનારાયણ ચતુર્વેદી, દારૂનો ધંધો ચલાવનાર (રહે. દામોદર નગર સોસા. તરસાલી વડોદરા)વિજયસિંહ ચિમનભાઇ રાજપુત (રહેત ચોરાવાળું ફળીયું, તરસાલી ગામ, વડોદરા), ઇંદ્રસિંહ ઉર્ફે ટીકો રમેશસિંહ રાજપુત (રહે. ચોરાવાળું ફળીયું, તરસાલી ગામ, વડોદરા)અશોકભાઇ ડાહ્યાભાઇ વાળી (રહે. વુડાના મકાન, તરસાલી સ્મશાન પાસે, વડોદરા)ની ધરપકડ કરી હતી જ્યારે ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ સુરેશભાઇ કનોજીયા, દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપીને તથા રમીલા ઉર્ફે પ્રેમીલા વિશાલભાઇ પ્રજાપતિ, દારુ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કરી હતી.થોડા દિવસ અગાઉ હરણી પોલીસ સ્ટેશનની હદમાંથી ઝુબેર મેમણનો લાખોનો દારુ પકડાયો...તરસાલી વિસ્તારમાં દરોડો પાડતાં બુટલેગરોમાં દોડધામ મચી ગઇ હતી.

વડોદરામાં સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહેલા દારુ જુગારના અડ્ડાઓ સામે સ્ટેટ મેનિટરીંગ સેલે હવે લાલ આંખ કરી છે.હરણી પોલીસ સ્ટેશનની હદમાંથી ઝુબેર મેમણનો લાખોનો દારુ પકડાયો હોવા છતાં અને બુટેલગરોએ પોલીસ પર હુમલો કર્યો હોવા છતાં સ્થાનિક પોલીસ હજું પણ બુટલેગરોને છાવરી રહી છે અને તેથી જ બુટેલગરો બેફામ બની બિન્ધાસ્ત દારુનો વેપલો આસાનીથી કરી રહ્યા છે. બુટલેગરોને પોલીસનો કોઇ જ રહ્યો નથી. એસએમસીની ટીમે આજે શહેરના મકરપુરા તરસાલી વિસ્તારમાં એસએમસીની ટીમે દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા પાડ્યા ત્યારે બુટલેગરો દોડતા થઇ ગયા હતા. સ્થળ પરથી પોલીસને દારુની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લેવાતી ફોરવ્હીલર કાર મળી હતી જેમાંથી દારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને સ્થળ પરથી નંબર વગરના ટુ વ્હીલર પણ મળ્યા હતા જેનો ઉપયોગ દારુની હેરાફેરી કરવામાં કરાતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તાજેતરમાં જ વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશનની હદમાં આવતા નેશનલ હાઇવે સ્થિત દરજીપુરા ખાતે વી. ટ્રાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલા ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં એક ટ્રકમાંથી દારૂનો જથ્થો ફોર વ્હિલર ગાડીઓમાં કટીંગ થઇ રહ્યો હોવાની ચોક્કસ બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને મળી હતી જેથી SMCની પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી ખાંટ અને ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.પોલીસને જોતા દારૂનું કટીંગ કરેલા શખ્સોએ એકાએકા પથ્થર મારો શરૂ કરી દીધો હતો. જેથી સ્ટેટ મોનિટરીંગ સેલના ઇન્સ્પેક્ટરે પોતાના સ્વબચાવમાં ટ્રકના કાંચ પર બે રાઉન્ડ ફાયર કર્યું હતુ. આ ફિલ્મી દ્રશ્યો સર્જાતા સ્થળ હાજર કેટલાક શખ્સો ફરાર થવામાં સફળ રહ્યાં હતા. જ્યારે SMCની ટીમે ફીરોજ યાકુબભાઇ દીવાન (રહે. આજવા રોડ, વડોદરા) અલ્તાફ યાકુબભાઇ દીવાન (રહે. યાકુતપુરા, વડોદરા) અને રતનસિંઘ જબ્બરસિંગ સોઢા (રહે. એક્તાનગર, વડોદરા)ને ઝડપી પાડ્યા હતા. આ ત્રણેયની પ્રાથમિક પુછતાછ કરતા આ દારૂનો જથ્થો ઝુબેર શકીફ મેમણ (રહે. વાડી, વડોદરા)ના હોવાનું બહાર આવ્યું હતુ. જેથી ઝુબેર અને તેના સાગરીત જાડીયો, ઇનોવા ગાડીનો ડ્રાઇવર અને પાંચ મજુરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે આ દરોડામાં રૂ. 22,69,772ની 10,141 દારૂની બોટલ સહિત રૂ. 40 લાખની બે ગાડીઓ, રૂ. 15 હજારના ત્રણ મોબાઇલ મળીકૂલ રૂ. 62,88,492નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે આ બનાવમાં બુટલેગર ઝુબેર હજું પણ ફરાર છે ત્યારે ફરીથી આજે એસએમસીની ટીમેતરસાલીમાં દરોડો પાડતાં શહેર પોલીસની આબરુનું લીલામ થઇ ગયું હતું.

Reporter: admin