વડોદરા : ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના ધર્મ પુરી સુધી રોડ ચાલુ વરસાદે ડામર રોડ ની કામગીરી થી લોકો અચરજ પામી ગયા હતા. કેટલીક જગ્યાએ વરસાદના પાણીથી ખાડા ભરાઈ ગયા હતા રોડ ઉપર છતાં ચાલુ વરસાદમાં રોડ બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ રહી હતી.

ડભોઇ નાંદોદી ભાગોળ થી ધરમપુરી સુધી રોડ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. ચાલુ વરસાદે કામ થતું જોવા મળ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા આ મુખ્ય માર્ગની કામગીરીમાં બેદરકારી જોવા મળી રહી હતી.અધિકારીઓ એ રોડની કામગીરી કર્મચારીઓના ભરોસે છોડી દીધી હોવાનું જાણવામાં આવ્યું હતું.કેટલીક જગ્યાએ રોડ ઉપર પાણી ભરાઈ ગયા હોવા છતાં પણ રોડની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ રાખેલ હતી પાણીમાં ડામર પાથરતા રોડની ગુણવત્તા જરવા સે કે કેમ એ પ્રશ્ન લોકોમાં ઉદ્દભવ્યો હતો.




Reporter: admin







