News Portal...

Breaking News :

રાહત કેમ્પમાં ફૂડ પેકેટ માટે લાઈનમાં ઊભેલા લોકો પર સતત ગોળીબાર

2025-06-25 11:23:30
રાહત કેમ્પમાં ફૂડ પેકેટ માટે લાઈનમાં ઊભેલા લોકો પર સતત ગોળીબાર



ગાઝા: ઈઝરાયલે ગાઝામાં કાળો કેર વર્તાવ્યો છે. 50000થી વધુ લોકોના જીવ લીધા બાદ પણ તે ગાઝામાં હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. ત્યાં લાખો લોકોને ઘરવિહોણાં કર્યા બાદ છેલ્લા ઘણા દિવસોથી ગાઝાની નાકાબંધી કરી રાખવાને લીધે ત્યાં ભૂખમરાંની સ્થિતિ સર્જાઈ છે. 

ત્યારે રાહત કેમ્પોમાં આશ્રય લેનારા લોકોને પણ ઈઝરાયલ બખ્શી રહ્યું નથી. તાજેતરમાં રાહત કેમ્પમાં ફૂડ પેકેટ મેળવવા માટે લાઈનમાં ઊભેલા લોકો પર સતત ગોળીબારની ઘટનાઓ બની રહી છે. ત્યાં ફરી એકવાર આવી ઘટનામાં 40 લોકો માર્યા ગયા છે અને 150 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે.મધ્ય ગાઝાના નુસરતમાં અલ-આવદા હોસ્પિટલમાં 20થી વધુ મૃતદેહો લવાયા હતા, આ હોસ્પિટલ સાથે જોડાયેલા મારવાન અબુએ કહ્યું હતું કે આ લોકો નજીકમાં અમેરિકા દ્વારા સંચાલિત ફૂડ વિતરણ કેન્દ્ર પર ગયા હતા તે સમયે જ ઇઝરાયેલ દ્વારા તેમના પર હુમલો કરી દેવાયો હતો અને ભારે ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 150થી વધુ લોકો ઘવાયા છે. જ્યારે બાળકો પર કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફે ગાઝાને લઇને એક રિપોર્ટ જાહેર કર્યો છે અને કહ્યું છે કે ગાઝા પટ્ટીમાં મે મહિનામાં જ પાંચ હજારથી વધુ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. આ વર્ષની શરૂઆતથી જ દરરોજ 112 બાળકોને કુપોષણ સામે સારવાર આપવા માટે દાખલ કરાઇ રહ્યા છે. જ્યારે આ વર્ષે મે મહિનાના અંત સુધીમાં કુપોષણની સારવાર માટે કુલ 16376 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post