ગુજરાતમાં નવા વર્ષની ઉજવણીમાં દારૂની મહેફિલો પર રોક લગાવવા માટે પોલીસ અત્યારે ફૂલ એક્શન મોડમાં છે.

વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે એક મોટી રેડ પાડીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. નવા વર્ષના સેલિબ્રેશન માટે પરપ્રાંતમાંથી દારૂ મંગાવવામાં આવ્યો હતો. બુટલેગરો અવારનવાર માલ સામાનની આડમાં (જેમ કે સોયાબીન કે ખાતર) કન્ટેનરમાં દારૂ છુપાવીને લાવતા હોય છે, પરંતુ મકરપુરા પોલીસે સચોટ બાતમીના આધારે આ નેટવર્ક પકડી પાડ્યું છે. કરોડોનો મુદ્દામાલ પ્રાથમિક અંદાજ મુજબ, દારૂ અને વાહનો મળીને કુલ મુદ્દામાલની કિંમત લાખોમાં હોવાનું મનાય છે.


Reporter:







