વડોદરા : જિલ્લા પંચાયતની પાંચ મહિના બાદ મળેલી જનરલ મીટિંગમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને આક્ષેપબાજી થતાં ભારે હોબાળો થયો હતો.
ગ્રામ પંચાયતની ચૂંટણીઓની આચાર સંહિતાને કારણે જિલ્લા પંચાયતની પાંચ મહિના બાદ મીટિંગ મળી હતી.જેમાં કોંગ્રેસના સભ્યો વિપક્ષીનેતાની આગેવાનીમાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરતાં સભાગૃહમાં પ્રવેશતાં ભાજપના સભ્યોએ સ્ટંટ બાજી બંધ કરો તેમ કહી વિરોધ કર્યો હતો.ત્યારબાદ વિપક્ષી સભ્યોએ પ્રાથમિક શિક્ષણ,આરોગ્ય વિભાગ અને સિંચાઇ- બાંધકામ વિભાગની કામગીરી ખાડે ગઇ હોવાનો આક્ષેપ કરી રજૂઆતો કરી હતી.
તેમણે શિક્ષકોની ઘટ,સ્કૂલોની મરામત, ૫૯ જેટલી સ્કૂલોમાં શૌચાલયનો અભાવ જેવા મુદ્દે રજૂઆતો કરી હતી.વિપક્ષી નેતાએ કહ્યું હતું કે,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ભાર હળવો કરવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યાઓ ખાલી છે અને ખુદ પ્રાથમિક શિક્ષણાધિકારી પર કામનું ભારણ હોવા છતાં બબ્બે ચાર્જ અપાયા છે.
Reporter: admin







