News Portal...

Breaking News :

કોંગ્રેસ દ્વારા વાહન ચાલકોની ગાડીઓ પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા

2025-01-03 12:50:12
કોંગ્રેસ દ્વારા વાહન ચાલકોની ગાડીઓ પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા


વડોદરા : આગામી ઉત્તરાયણ ના તહેવારને લઈ નગરજનોને દોરાથી ઈજા ન પહોંચે તે હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વાહન ચાલકોની ગાડીઓ પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા.



વડોદરા શહેરમાં આગામી ઉતરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લોકો પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે, તો બીજી તરફ લોકોની મજા મોતની સજા પણ બની રહી છે. વડોદરા શહેરમાં પતંગની દોરીથી ગળા કપાવાનું સિલસિલો શરૂ થઈ ગયો છે. ખાસ કરીને ચાઈનીઝ દોરીઓના કારણે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. 


ત્યારે આ વખતે પણ આવી પતંગની દોરીઓથી લોકોના જીવ બચાવી શકાય તે હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સંગમ ચાર રસ્તા ખાતે લોકોના વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા, અને સાધી કાર્યકર મિત્રો દ્વારા માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોની ગાડીઓ પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. જ્યારે આ સમાજ સેવા બદલ વાહન ચાલકોએ યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Reporter: admin

Related Post