News Portal...

Breaking News :

પર્ફોર્મિંગ આર્ટસ ખાતે લેક્ચર ડેમોસ્ટ્રેશન અને વર્કશોપનું આયોજન

2025-02-08 16:31:31
પર્ફોર્મિંગ આર્ટસ ખાતે લેક્ચર ડેમોસ્ટ્રેશન અને વર્કશોપનું આયોજન


આજ રોજ ફેકલ્ટી ઓફ પરફોર્મ ઇન આર્ટસ ખાતે વર્કશોપ અને લેક્ચર ડેમોસ્ટ્રેશનનું આયોજન સોનાના વિખ્યાત એવા આશિષ મુજીમદારનાં માર્ગદર્શન આપવાનાં હેતુ થી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.


ગાયન વિભાગ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ દ્વારા વિખ્યાત રચનાકાર, ગઝલ ગાયક અને માર્ગદર્શક ડો આશિષ મુજુમદાર દ્વારા “ગઝલ ગાયકી, તેનું વ્યાકરણ, બારીકાઈઓ’ વિષે ખુબજ રસપ્રદ રીતે લેકચર ડેમોન્સ્ટ્રેશન અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયરિંગ . જેના અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝેનટેશનના માધ્યમથી સમસ્ત માહિતી ગાયન સાથે સમઝાવી હતી. ગઝલ ગાયકીમાં શેર-શાયરી. કવિતા, નઝમ, રદીફ, કાફિયા, મતલા, મક્તા, મિસરા વિગેરે વિષે ઉદાહરણ સાથે માહિતી આપી હતી. કવિતા, ગીત, ગઝલ ઇત્યાદિમાં અંતરનું ગાઈને વર્ણન કર્યું હતું.  


દરેક માહિતી આપતી વખતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવાને કારણે બે કલાક થી વધુનું સેશન ઘણું જ્ઞાનવર્ધક રહ્યું. ગઝલ ગાયકીના પ્રકારો, ગાયકીમાં પારંગત થવા માટે આવશ્યક સૂત્રો, વિવિધ ગાયકોની વિશેષતાઓ ઇત્યાદિ તેમણે વિવિધ રચનાઓના માધ્યમ થી સમજાવી હતી. ગીત, ગઝલ, ભજન, ફિલ્મી ગીત, લોક ગીત ઇત્યાદિ ની પ્રસ્તુતિ વખતે જે તે ગાયકી નો સ્વભાવ અને ગાયક ના સ્વભાવ વચ્ચે કેવી રીતે સામંજસ્ય રાખીને પ્રસ્તુતિ થાય તે ખૂબ સુંદર રીતે સમઝાવયુ હતું. સંગીત દ્વારા આજીવિકા, જીવનનું આયોજન કેવી રીતે કરાય તે પણ વિદ્યાર્થીઓ સાથે સાઝા કર્યું હતું. ગઝલોના માધ્યમ થી જીવનના સૂત્રો સુંદર રીતે સમઝાવ્યા હતાં. એકંદરે ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ યોજન ખૂબ માહિતીપ્રદ રહ્યું હતું.

Reporter:

Related Post