વડોદરા : મહાનગરપાલિકા વોર્ડ નંબર 8 વિસ્તારમાં આવેલ ચંદ્રલોક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ આવે છે તેને લઈને સ્થાનિક રહીશોમાં આક્રોસ જોવા મળ્યો હતો.

છેલ્લા 15 દિવસથી ગટરનું પાણી પીવામાં લેવાતા સ્થાનિક રહીશો ન બાળકો બીમાર પડી રહ્યા છે તેવામાં બાળકોના સ્વાસ્થ્ય નુકસાન થઈ રહ્યું છે.પાલિકા ખાતે આજરોજ સ્થાનિક રહીશો દ્વારા આક્રોશ બતાવતા પાલિકાના કર્મચારીઓની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

તેમજ પાલિકા તંત્ર કોઈ પ્રકારની કામગીરી હાથ ધરતું નથી તેમ પણ સ્થાનિક રહીશો એ જણાવ્યું હતું.વધુમાં સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું.




Reporter: