News Portal...

Breaking News :

ગોડાઉનમાં રાત્રે સળગાવાતા કેમિકલની દુર્ગંધથી સોસાયટીઓના લોકોને શ્વાસ રૂંધાવાની ફરિયાદ

2025-05-30 17:22:20
ગોડાઉનમાં રાત્રે સળગાવાતા કેમિકલની દુર્ગંધથી સોસાયટીઓના લોકોને શ્વાસ રૂંધાવાની ફરિયાદ


વડોદરા : વાઘોડિયા રોડ વિસ્તારના ગોડાઉનમાં રાત્રે સળગાવવામાં આવતા કેમિકલની દુર્ગંધથી આસપાસની સોસાયટીઓના લોકોને શ્વાસ રૂંધાવા સહિત શ્વાસ લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. 


છેલ્લા 60 દિવસથી ચાલતી આ રોજિંદી કાર્યવાહી અંગે પાલિકા સત્તાધીશોને જાણ કરવા છતાં કોઈ ચોક્કસ પગલાં ભરવામાં આવતા નથી. ઉલ્લેખનીય છે કે વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા રીંકલ એન્ટરપ્રાઇઝના માલિક દ્વારા ગોડાઉનમાં રાત્રે દસેક વાગ્યાના સુમારે કેમિકલ સ્ક્રેપ સળગાવવામાં આવે છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે નંદેસરી જીઆઇડીસીમાંથી આવતા આ કેમિકલના કચરાને રાત્રે 10 વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી સળગાવવામાં આવે છે 


પરિણામે તેના દુર્ગંધ ભર્યા ધુમાડાથી આસપાસની અનેક સોસાયટીના લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડે છે. આ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ તંત્ર દ્વારા સળગતા કેમિકલના સ્ક્રેપની આગ ચારે બાજુથી પાણી મારો કરીને બુજાવી હતી. જ્યારે પોલીસ આ ગોડાઉનના માલિક સામે કાર્યવાહી કરવા તેને શોધી રહી છે.

Reporter: admin

Related Post