વડોદરા : ગોરવા વિસ્તારમાં રહેતી એક ડિવોર્સી મહિલાને તેના પતિનો મિત્ર પરેશાન કરતો હોવાથી તેણે પોલીસમાં ફરિયાદ કરી છે.
મહિલાએ પોલીસને કહ્યું છે કે મારા લગ્ન થયા બાદ પતિએ પ્રકાશ દોડીયા સાથે પરિચય કરાવ્યો હતો. બે ત્રણ વખત પતિ સાથે તેને મળવાનું થયું હતું. અમારે ઝઘડા થાય તો સમાધાન વચ્ચે પણ તે ક્યારેક વચ્ચે પડતો હતો.
પતિ સાથે ડિવોર્સ થતાં પ્રકાશ પાછળ પડી ગયો હતો અને તેણે મને પ્રપોઝ પણ કર્યું હતું. જેથી મેં તેને ઠપકો આપ્યો હતો. આમ છતાં તે મારો પીછો કરતો હતો.
તાજેતરમાં એક યુવક સાથે મારે સગપણ નક્કી થયું છે. પરંતુ પ્રકાશ મારા મંગેતરને પણ ધમકીઓ આપી રહ્યો છે. ગઈ તા 30 મી એ રાતે તેણે મારા મલ્યો તમને રસ્તામાં અટકાવી મારો પીછો છોડી દેવા અને સંબંધ તોડી દેવાનું કહી જોઈ લેવાની ધમકી આપી હતી. જેથી ગોરવા પોલીસે સમતા વિસ્તારમાં અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશ સામે ગુનો દાખલ કર્યો છે.
Reporter: admin







