વડોદરાઃ કર્મચારીના નામે બોગસ કંપની ઉભી કરી ઓનલાઇન ટાસ્કનું કહી લોકોને ફસાવતી ગેંગના વધુ એક સાગરીતને સાયબર સેલે ઝડપી પાડયો છે.
ભેજાબાજના બેન્ક એકાઉન્ટમાં ૫ કરોડના ટ્રાન્જેક્શન થયા હોવાની માહિતી બહાર આવી છે.વડોદરામાં રહેતા ફરિયાદીને યુટયુબ ચેનલ પર સબસ્ક્રાઇબ અને લાઇકના ટાસ્ક કરી ઘેર બેઠા રૃપિયા કમાવાની લાલચ આપી રૃ.૮ લાખ પડાવનાર ગેંગ સામે ફરિયાદ નોંધાતા સાયબર સેલે અગાઉ અમદાવાદથી૩, દિલ્હી થી ૨ અને મહારાષ્ટ્રથી ૧ આરોપીને પકડયા હતા.પોલીસે આ કેસમાં કર્મચારીના નામે બોગસ કંપની શરૂ કરનાર ન્યૂ દિલ્હીના સરીતા વિહાર,મદનપુર ખાતે રહેતા આકાશ સિંઘ સંજયકુમાર સિંઘને ઝડપી પાડયો છે.
પોલીસે તેની પાસેથી ૫ મોબાઇલ અને એક લેપટોપ કબજે લીધા છે.આ કેસમાં અગાઉ પકડાયેલા છ જણા પાસેથી પણ પોલીસે ૧૫ મોબાઇલ,૮ લેપટોપ અને ડીવીઆર,રાઉટર વગેરે કબજે કર્યા હતા.પોલીસની તપાસમાં જે બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં પાંચ કરોડના ટ્રાન્જેક્શન જોવા મળ્યા છે.જ્યારે આ એકાઉન્ટમાં ભોગ બનેલા ૧૪૪ લોકોએ સાયબર સેલને જાણ કરી હતી.
Reporter: