News Portal...

Breaking News :

આવ રે વરસાદ... ચોમાસુ આવી ગયું છે ત્યારે હવે શરૂ થશે વહીવટી તંત્રનો અસલી લીટમસ ટેસ્ટ

2024-06-08 16:36:07
આવ રે વરસાદ... ચોમાસુ આવી ગયું છે ત્યારે હવે શરૂ થશે વહીવટી તંત્રનો અસલી લીટમસ ટેસ્ટ


પ્રિ મોનસુન કામગીરી કેટલી કારગત નીવડે છે તે જોવું રહ્યું ચોમાસુ ગુજરાતમાં આવી પહોંચ્યું છે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં અમીછાંટણા અને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થયો છે


હવામાન વિભાગ દ્વારા આમેય 12 જૂન બાદ ચોમાસુ વિધિવત રીતે બેસી જશે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે હવે અસલી લિટમસ ટેસ્ટ શરૂ થશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રમોશન કામગીરી તો કરવામાં આવી છે તે કેટલીક કારગત નિવડે છે તે હવે માલુમ પડશે.અસહ્ય ગરમી માંથી મુક્તિ મેળવવા માટે સૌ કોઈ ઇંચ થી રહ્યું છે અને આજે જે કરી રહ્યું છે કે આવ રે વરસાદ...હજુ કે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને દક્ષિણ ગુજરાતમાં કેટલીક સ્થળોએ ભારે વરસાદ તો કેટલાક સ્થળોએ અમી છાંટના પડ્યા છે વડોદરામાં પણ એક બે દિવસમાં વરસાદ પડવાના એંધાણ છે આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે આખો દિવસ જોવા મળ્યો હતો અને વાદળો વચ્ચે સૂર્યદેવ આંખ મિંચોણી રમી રહ્યા હતા. ટૂંક જ સમયમાં વરસાદ આવવાની આગાહી છે આ વખતે સારું વરસાદ પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે 


ત્યારે હવે વડોદરા વહીવટી તંત્રનો અસલી લિટમસ ટેસ્ટ શરૂ થશે. ચોમાસા પૂર્વે મહાનગરપાલિકા દ્વારા ખૂબ મોટા દાવા કરવામાં આવ્યા છે અને લાખો રૂપિયા ના ખર્ચે કાચની સાફ-સફાઈ પણ કરવામાં આવી છે. તેનો જશ ખાટવા માટે પણ કેટલાય કોર્પોરેટર આગળ આવ્યા હતા. ત્યારે હવે ચોમાસુ શરૂ થશે અને વરસાદમાં વડોદરાની કેવી સ્થિતિ થાય છે તેના આધારે નક્કી થઈ શકશે કે આ વખતે તંત્ર એક એવી કામગીરી કરી. પ્રતિ વર્ષ થોડા વરસાદમાં જ આખાય વડોદરામાં પાણી ભરાઈ જાય છે અને તેનું કારણ એ છે કે વિશ્વામિત્રી નદી ઉપર દબાણ ઊભું કરી દેવાયા છે જેથી પાણીનો નિકાલ થતો નથી ત્યારે આ વર્ષે વિવિધ કાંસ મારફતે પાણીનો નિકાલ થાય છે કે કેમ તે આવનાર સમય બતાવશે.

Reporter: News Plus

Related Post