News Portal...

Breaking News :

સંગ્રહકાર અતુલ શાહનું ગાંધીજી ઉપર અદભુત પ્રદર્શન

2025-10-03 14:03:01
સંગ્રહકાર અતુલ શાહનું ગાંધીજી ઉપર અદભુત પ્રદર્શન


ગાંધી જયંતીથી ત્રિદિવસીય વડોદરા શહેરમાં શાહ દંપતી દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 17મું અનોખું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં પોસ્ટર, પ્રિન્ટ, પેન્ટિંગ, જાહેરાતમાં ગાંધીજીનું આઝાદીની લડતને સપોર્ટ કરતાં મેચબોક્સ લેબલ, આરબીઆઈની રૂપિયા 1, 2, 5, 10 અને 100 રૂપિયાની ગાંધીજીની પ્રિન્ટ વાળી નોટ, ખાદી હૂંડી, ટેરા ક્વોટા પ્લેટ ઉપર કોતરીને બનાવેલ ગાંધીજી ઉપરનું આર્ટ વર્ક રેંટિયા વગેરેનો આ પ્રદર્શનમાં સમાવેશ કરાયો છે.




વડોદરા શહેરના અતુલ શાહના આ પ્રદર્શનની વિશેષતા એ છે કે, દરેક ફોટાઓ એકબીજા સાથે ગાંધીજી તેમજ આઝાદીની લડત સાથે સંકળાયેલા છે. તે સિવાય ગાંધીજીને ભગવાન માનતા લોકોએ લગ્નની કંકોત્રી, ગાંધી મહોર બનાવતા વેપારીએ ગાંધીજીને તેમની જાહેરાતમાં ભગવાન તરીકે દર્શાવ્યા છે. આ પ્રદર્શનમાં કલા ગુરુ રવિશંકર રાવળ દ્વારા બનાવેલ ગાંધીજીનું પોટ્રેટ, કોર્ટ રૂમની પ્રિન્ટ, આચરેકરજીનું પેન્સિલ સ્કેચ તેમજ બીજા 21 પેઇન્ટિંગ ગાંધીજીના સિદ્ધાંતો દર્શાવતા મૂક્યા છે. ટિકિટોમાં ગાંધીજીને સાઉથ આફ્રિકામાં જે સ્ટેશનએ ઉતારી મૂક્યા હતા તેની મીનીએચર શીટ, સાઉથ આફ્રિકાથી પરત ભારત આવ્યા તેનું કવર, ચંપારણ્ય સત્યાગ્રહ, દાંડી સત્યાગ્રહ, ભારત છોડો આંદોલનના કવરો તેમજ 15 મી ઓગસ્ટ 1948 નું પ્રથમ દિવસનું કવર ગાંધીજીનું પણ મૂકેલું છે. 



આ પ્રદર્શન 2 ઓક્ટોબરથી શરૂ થયું છે. જે આગામી 4 ઓક્ટોબર સુધી ચાલશે. નોંધનીય છે કે અતુલભાઈ શાહ પાસે અદભુત કલેક્શન છે. સંગ્રહકાર અતુલભાઇ શાહ કે જેમની પાસે ગાંધીજીને લગતી તમામ વસ્તુઓનો સંગ્રહ છે. હાથથી બનાવેલો બારડોલી ચરખો, આણંદ કૃષિ વિદ્યાલયનો ચરખો, પંજાબ ખાદી સરંજામ સમારકામ કાર્યાલયનો ચરખો, હરીજન આશ્રમનો પેટી રેંટિયો, કિસાન ચક્ર, પ્રવાસન ચક્ર, કિતાબ રેંટિયો જેવા આઠ પ્રકારના અલગ અલગ રેંટિયા છે. જોકે પ્રતિ વર્ષે અતુલભાઇ શાહ અને તેમની જીવન સંગીની મુદિકા શાહ દ્વારા જુદી જુદી થીમ આધારિત પ્રદર્શનની યોજવામાં આવે છે. ત્રણ મહિના ઉપરાંતની સખત જહેમત બાદ બીજી ઓક્ટોબરથી આ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે જે આગામી ચાર ઓક્ટોબર સુધી સાંજે સાડા સાત કલાક સુધી નિહાળી શકાશે.  

Reporter: admin

Related Post