News Portal...

Breaking News :

ગુજરાતમાં ઠંડી નવો રેકોર્ડ બનાવશે

2024-12-15 11:02:05
ગુજરાતમાં ઠંડી નવો રેકોર્ડ બનાવશે


અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન પણ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. 


દિવસ દરમિયાન પણ લોકો ગરમ કપડામાં લપેટાઈને રહેવા મજબૂર બન્યા છે. હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાતીઓએ વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. હાલ રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે યથાવત રહેશે. તેમજ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામા ઠંડી નવો રેકોર્ડ બનાવશે અને હજુ ગાત્રો થીજાવતી ઠંડી પડશે.પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં ખુબ ઠંડી પડી રહી છે, એક શીત લહેરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષની ઠંડી 2020 અને 2022ના વર્ષના ઠંડીના રેકોર્ડને તોડે તેવી સંભાવના છે. હાલ સામાન્ય કરતા નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. 18 અને 19 ડિસેમ્બર પછી આનાથી પણ વધારે ઠંડી પડવાની સંભાવના છે. 31 ડિસેમ્બરથી આ ઠંડી 2020 અને 2022ના વર્ષનો રેકોર્ડ તોડે તેવી સંભાવના દેખાઈ રહી છે. આમાં છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ આ વર્ષની ઠંડી તોડે તેવી સંભાવના છે. 


ઉત્તરભારતના પહાડી પ્રદેશોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે આથી ઉત્તર ભારતમાં ભારે બરફ વર્ષા થાય છે અને તેનાથી ગુજરાતમાં ઠંડી પડે છે. 2023માં જે ઠંડી હતી તેના કરતા આ વર્ષે ઠંડી થોડી વધારે છે. જોકે ગયા વર્ષની સરખાણીમાં આ વર્ષે બરફ વર્ષા ઓછી છે છતા ગુજરાતમાં સારી એવી ઠંડી પડી રહી છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં સિંગલ ડિજીટમાં ઠંડી જોવા મળશે. ઠંડી સાથે પવનની સ્પીડ વધારે છે. 15 તારીખથી ચાર દિવસ માટે પવનની સ્પીડ થોડી ઘટશે. પવનની દિશા પણ બદલાઈ શકે છે. જાન્યુઆરી મહિનામાં પણ ડિસેમ્બર કરતા વધારે ઠંડી પડશે તેવી સંભાવના છે. 21 થી 24 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠા પડવાની પણ શક્યતા છે.

Reporter: admin

Related Post