News Portal...

Breaking News :

ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો 17 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું

2025-11-09 11:44:55
ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો 17 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું


અમદાવાદ : રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના 17 જેટલા જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે.



ગાંધીનગરમાં 14 ડિગ્રી નોંધાયું સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં 14 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદમાં 14.7 ડિગ્રી, ડીસામાં 15.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 17 ડિગ્રી, વડોદરામાં 15.6 ડિગ્રી, નલિયામાં 15.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 15.5 ડિગ્રી, અમરેલીમાં 16.0 ડિગ્રી, રાજકોટમાં 16.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.6 મહુવામાં 17.7 ડિગ્રી, કેશોદમાં 17.5 ડિગ્રી, સુરતમાં 18.6 ડિગ્રી, ભુજમાં 19.4 ડિગ્રી, પોરબંદરમાં 18.5 ડિગ્રી, ભાવનગરમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.કડકડતી ઠંડી, તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહ્યું છે, જેના કારણે ત્યાં કડકડતી ઠંડીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. 


જેના કારણે રાજ્યમાં આગામી કેટલાક દિવસ ખૂબ ઠંડા રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી દિવસમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર હજી પણ ગુજરાતમાં બેવડી ઋતુનો માર સહન કરવો પડશે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.

Reporter: admin

Related Post