શિમલા: હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ હાલ એક અલગ જ પ્રકારના મામલામાં ચર્ચામાં છે.
સુખવિંદર સિંહ સુખુ માટે ઓર્ડર કરવામાં આવેલા સમોસા કોણ લઇ ગયું એ હાલમાં હિમાચલ પ્રદેશ પોલીસ માટે મોટો મુદ્દો બની ગયો છે.5 સ્ટાર હોટલમાંથી સીએમ સુખવિંદર સિંહ સુખુ માટે મંગાવેલા સમોસા કોઈ બીજી જગ્યાએ ચાલ્યા ગયા હતા. જે બાદ પાંચ પોલીસકર્મીઓ સામે કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી છે.CID તપાસમાં સમોસા અને કેક સાથેના ત્રણ બોક્સ અંગે બેદરકારી દાખવવાને “સરકાર વિરોધી” કૃત્ય ગણાવવામાં આવ્યું. 21 ઓક્ટોબરે બનેલી આ ઘટનામાં એક મહિલા ઈન્સ્પેક્ટર સહિત પાંચ પોલીસકર્મીઓ વિરુદ્ધ કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર સુખુ સમોસા ખાતા પણ નથી.
સીએમ તાજેતરમાં માંદગીમાંથી સાજા થયા છે અને મસાલેદાર, તેલયુક્ત ખોરાક નથી લઇ રહ્યાં.શું છે મામલો:ગત, 21 ઓક્ટોબરના રોજ મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ સાયબર વિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા CID હેડક્વાર્ટર ગયા હતા. અહીં મુખ્ય પ્રધાન માટે લાવવામાં આવેલા સમોસા તેમના સ્ટાફમાં વહેંચી દેવામાં આવ્યા હતા. સીઆઈડીએ તેની તપાસ કરી હતી. તાપસમાં શું જાણવા મળ્યું:તપાસમાં જાણવા મળ્યું કે આ બોક્સ મહિલા નિરીક્ષકને સોંપવામાં આવ્યા હતા, તેણે કોઈ વરિષ્ઠ અધિકારી સાથે પુષ્ટિ કરી ન હતી અને તેમને મિકેનિકલ ટ્રાન્સપોર્ટ (MT) વિભાગમાં મોકલ્યા હતા.
Reporter: admin