News Portal...

Breaking News :

ધો.8ની વિદ્યાર્થિનીને ક્લાસમેટે બ્લેડથી હાથમાં ચેકા માર્યા

2025-09-19 12:13:35
ધો.8ની વિદ્યાર્થિનીને ક્લાસમેટે બ્લેડથી હાથમાં ચેકા માર્યા


ચોરમારપુરા: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના પાટણમાં બની છે. પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીને તેના ક્લાસનો જ એક વિદ્યાર્થી વાત કરવા બાબતે ચાર માસથી પરેશાન કરતો હતો. 


ત્યારે મંગળવારે બે વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીને પકડી રાખી હતી જ્યારે પરેશાન કરનાર વિદ્યાર્થીએ હાથમાં બ્લેડથી ચેકા મારી અને લાઈટરથી ડામ આપ્યાં હતા.આ ઘટનાથી ગભરાઈને વિદ્યાર્થીનીએ ઘરે જઈને લાઈઝોલ( ઝેરી પ્રવાહી) પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. બીજી તરફ વિદ્યાર્થિનીના પિતાએ શાળા પર ગંભીર આક્ષેપ કર્યાં છે.શું છે સમગ્ર ઘટના? આ અંગે મળતી માહિતી મુજબ વિદ્યાર્થિના ક્લાસમાં જ અભ્યાસ કરતો વિદ્યાર્થી તેની સાથે વાત કરવા બાબતે છેલ્લા ચાર માસથી વિદ્યાર્થિનીને પરેશાન કરતો હતો. 


આ બાબતની તેના પિતાને જાણ થતાં તેના પિતાએ શાળાના આચાર્યને તેમની દીકરીને વિદ્યાર્થી પરેશાન કરતો હોવાની મૌખિક રજૂઆત કરી હતી. બાદમાં મંગળવારે શાળામાં જ ક્લાસમાં બે વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીને પકડી રાખી હતી અને ચાર માસથી પરેશાન કરનાર વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીના હાથમાં બ્લેડથી ચેકા માર્યા હતા અને આંગળીએ ડામ આપ્યો હતો. આ ઘટનાથી તે હેબતાઈ જતાં ઘરે આવીને લાઈઝોલ પી જતા તેની તબિયત લથડી પડી હતી. તેને સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. હાલ આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post