શહેર પ્રમુખ ડો જય પ્રકાશ સોની જી અને રાજ્યના મુખ્ય દંડક સહિત પાંચ વિધાનસભાના ધારાસભ્યો તેમજ મહામંત્રીઓ સાથે ગાંધીનગર સ્થિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસ સ્થાને મુલાકાત લીધી

ગત તારીખ 11 માર્ચ ના રોજ વડોદરા શહેર ના નવ નિયુક્ત શહેર પ્રમુખ ડો જય પ્રકાશ સોની જી અને રાજ્ય ના મુખ્ય દંડક સહિત પાંચ વિધાનસભા ના ધારાસભ્યો તેમજ મહામંત્રી ઓ સાથે ગાંધી નગર સ્થિત રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી શહેર અધ્યક્ષ સાથે રાજવિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ મંત્રી અને સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલ , કેયુરભાઈ રોકડિયા અને મહામંત્રીઓ સાથે ગાંધીનગર ખાતે એમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી જયારે વડોદરા શહેર ના પ્રભારી મંત્રી એવા માનનીય ગૃહ રાજ્યમંત્રી અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી જી સાથે પણ મુલાકાત કરી અને આગામી સમયમાં વડોદરાના વિકાસની સાથે સાથે સુરક્ષા અને સલામતી બની રહે તે ઉદ્દેશથી સાર્થક ચર્ચા કરી માર્ગદર્શન મેળવ્યું.

વડોદરા શહેર ભાજપના નવ નિયુક્ત અધ્યક્ષ ડો જય પ્રકાશ સોની આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રો. ડૉ. ધનેશ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી અને યુનિવર્સિટી તેમજ વિદ્યાર્થીઓના હિત માટેના કાર્યો અંગે ચર્ચા કરી અને સૂચનો કર્યા હતા.
મહારાજ સમરજિત ગાયકવાડ સાથે શુભેચ્છા મુલાકાત
સેન્ટ્રલ યુનિના vc પ્રો રમાશંકર દુબે દ્વારા વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો જયપ્રકાશ સોનીનો સન્માન સમારોહનું આયોજન સી યુ જી કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સેન્ટ્રલ યુનિવર્સીટીના કર્મચારીઓ પ્રધ્યાપકો સહીતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા


Reporter: admin