News Portal...

Breaking News :

શહેર પોલીસ દ્વારા ગુજરાત રીફાઈનરી ખાતે જોઈન્ટ સિક્યુરિટી ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું

2025-11-14 15:57:22
શહેર પોલીસ દ્વારા ગુજરાત રીફાઈનરી ખાતે જોઈન્ટ સિક્યુરિટી ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું


વડોદરા શહેર પોલીસ દ્વારા ગુજરાત રીફાઈનરી ખાતે જોઈન્ટ સિક્યુરિટી ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રિફાઇનરી સહિત જુદી જુદી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 


 



દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ હાલમાં દેશમાં ચાલતી પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની‌ વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ કંપનીઓની સુરક્ષા રીવ્યુ સંબંધી કામગીરી કરવામાં આવી. ગુજરાત રીફાનરી ટાઉનશિપ ખાતે યોજાયેલી આ મહત્વની બેઠકમાં IOCL, રિલાયન્સ, GSFC, Heavy Water Plant કંપનીઓ નાં પ્રતિનિધિઓ, CISF, વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ, સિક્યુરિટી ઓફિસર્સ તેમજ ગાર્ડસ્ ઉપસ્થિત રહ્યા હતા. 


આ બેઠકની પૂર્ણાહુતિ બાદ પોલીસે આ ચારેય કંપનીઓની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.જેમાં શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ ચારેય ઝોનના ડીસીપી, સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રિફાઇનરી દ્વારા મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું 


Reporter: admin

Related Post