પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમર સાહેબની સુચના મુજબ આજના યુવા ધનને ડ્રગ્સના નશાના રવાડે જતા અટકાવવા સારૂ અને વડોદરા શહેર માંથી ડ્રગ્સના દુષણને દુર કરવા સારુ આપેલ સુચના આધારે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર વિ.એસ.પટેલ દ્વારા અવાર-નવાર વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારમો આવેલ સ્કુલ-કોલેજોના તથા ટ્યુશન કલાસીસના વિધ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને સમાજમાં જાગૃતિ ફેલાવવા સારુ "ડ્રગ્સ અવેરનેસ" પ્રોગામ કરવામાં આવે છે તે જ રીતે ગઈ કાલ તા.૨૪-૦૪-૨૦૨૪ ના રોજ રાધા ક્રિષ્ના ચાર રસ્તા પાસે આવેલ અલન કલાસીસમાં ૧૫૦ જેટલા વિધ્યાર્થીઓ, ટીચરો પણ ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા.
Reporter: News Plus