News Portal...

Breaking News :

નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા ઇન્ટર એજન્સી મિટીંગનું આયોજન

2025-09-16 09:49:04
નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા ઇન્ટર એજન્સી મિટીંગનું આયોજન


આગામી નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા ઇન્ટર એજન્સી મિટીંગનું આયોજન કરાયું હતું. 


શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતે નવરાત્રી મહોત્સવ , ગરબા, દુર્ગા પુજા તથા રાવણ દહન કાર્યક્રમના અનુસંધનાનમાં ઇન્ટર એજન્સી બેઠક યોજાઇ હતી જેમાં અધિક પોલીસ કમિશનર ડો.લીના પાટીલ , શહેરના તમામ ડીસીપી તથા કલેક્ટર કચેરી, મ્યુનિસીપલ કોર્પોરેશન કચેરી, એમજીવીસીએલ, આર એન્ડ બી તથા એસએસજી હોસ્પિટલ , ફાયર વિભાગ સહિતની જુદી જુદી સરકારી કચેરીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. 


બેઠકમાં વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સધાય તથા નાગરીકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી લાઇટીંગ વ્યવસ્થા, મેડિકલ, દુર્ગા પૂજા વિસર્જન માટે કૃત્રિમ તળાવ, ફાયર સેફ્ટી જેવી જરુરી વ્યવસ્થાઓ પર ચર્ચા કરાઇ હતી અને નવરાત્રી, દુર્ગા પુજા તથા રાવણ દહન શાંતિપૂર્વક ઉજવાય તે માટે સુચના અપાઇ હતી

Reporter: admin

Related Post