News Portal...

Breaking News :

સલાટવાડામાં ગટર ઉભરવાની સમસ્યાને લઇ નાગરિકો ત્રાહિમામ બીજું બાજુ રોગચાળાની ભીતિ

2024-07-13 16:34:36
સલાટવાડામાં ગટર ઉભરવાની સમસ્યાને લઇ નાગરિકો ત્રાહિમામ બીજું બાજુ રોગચાળાની ભીતિ


વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં બારોટ મહોલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યાને લઈને નાગરિકો ત્રાહિમામ થઈ ગયા છે. અને વિસ્તારમાં રોગચાળાની પણ સમસ્યા સર્જાય છે.


શહેરના વોર્ડ નંબર 13 માં આવેલ સલાટવાળા વિસ્તારમાં બારોટ મોહલ્લો આવેલ છે ત્યાં ઘણા સમયથી ગટર ભરાવવાની સમસ્યાને લઈને સ્થાનિકે આક્રોશ વ્યક્ત કર્યો હતો જ્યારે છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાના કારણે વિસ્તારમાં લોકો બીમાર પડી રહ્યા છે અને ઝાડા ઉલ્ટીના કેસ થઈ રહ્યા છે વારંવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ તંત્ર એકબીજા ઉપર આક્ષેપ કરી રહ્યું છે જ્યારે સ્થાનિકે વોર્ડ નંબર 13માં ગટરની સમસ્યાની રજૂઆત કરી હતી ત્યારે અધિકારી દ્વારા કહેવામાં આવે છે કે આ ગટર લાઈન વોર્ડ નંબર સાતમા ભરાય છે 


આવું અધિકારી જણાવીને પોતે છટકબાજી કરી રહ્યા છે જ્યારે વોર્ડ નંબર સાતમાં કહેવામાં આવે છે ત્યારે તે લોકો કહે છે કે આ ગટર વોર્ડ નંબર 13 માં આવી છે જ્યારે સ્થાનિકે વિસ્તારના કાઉન્સિલરને પણ ટેલિ ફોનિક જાણ કરી હતી પણ કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને વારંવાર ગટરમાં સળિયા મારીને હાલ પૂરતું કામગીરી કરીને અધિકારીઓ જતા રહે છે જેને લઇને આજે સ્થાનિકે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો

Reporter:

Related Post