છોટા ઉદેપુર : APMCના ચેરમેન અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી મુકેશ પટેલનું આજે નિધન થયું છે. સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી યુનિટી માર્ચના સમાપન સમારોહ બાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
મુકેશ પટેલ છોટા ઉદેપુર ખાતે આયોજિત યુનિટી માર્ચમાં જોડાયા હતા. માર્ચના સમાપન બાદ તેમને અચાનક ગભરામણ થતાં તાત્કાલિક છોટા ઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું.55 વર્ષીય મુકેશ પટેલ લાંબા સમયથી ભાજપ સંગઠનમાં સક્રિય હતા અને અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા. તેઓ હાલમાં સાંસદ જશુભાઈ રાઠવા સાથે પક્ષ અને જિલ્લાની જનતા માટે કાર્યરત હતા.
Reporter: admin







