વડોદરા : તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય ગોસ્વામી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ, કાંકરોલી યુવરાજ પૂજ્ય વેદાંત કુમાર મહોદયના સાંનિધ્યમાં વિશ્રામઘાટ સામે આવેલ રાજાધિરાજ પ્રભુ દ્વારકાધીશ મંદિરમાં દ્વિદિવસીય વિવાહ ખેલ, અને પ્રભુના સુખાથૅ 56 ભોગનો બળો મનોરથ દર્શન યોજાયા હતો.

હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રભુ દ્વારકાધીશના અલૌકિક દર્શન કરીને મંદિરની પ્રદક્ષિણા કરતા વ્રજની પરિક્રમા કરતા હોય તેવો માહોલ સર્જાયો હતો. કીર્તનકારોએ પણ સંગીત તાલે કિર્તનોની ભારે રમઝટ બોલાવી હતી સંગીતના તાલે શ્રદ્ધાળુઓ નાચી ઝૂમી ઉઠ્યા હતા.ખૂબ નવાઈ અને આનંદની વાત કે મંદિર પરિસર અને મંદિરની બહાર ઝાકમઝોળ રોશની થી માર્ગો અને મંદિર ઝળહળી ઉઠી આગવું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દારૂખાનાની આતશબાજી કરીને દિપાવલી પર્વ જેવો માહોલ સર્જાયો હતો.

ગમે તેમ પ્રભુ દ્વારકાધીશ મંદિર કે દર્શન કે બીના વ્રજયાત્રા અધૂરી વિશ્રામઘાટ પાસે મૉ યમુનાજી નીરમાં સંકલ્પ અને પ્રભુ દ્વારકાધીશ રાજાધિરાજ દર્શન કરીને વ્રજ યાત્રાનો પ્રારંભ કરતા હોય છે. તેવું મથુરાવાસીઓ જણાવી રહ્યા છે પૂજ્ય ડો.વાગીશકુમારજી મહારાજ અને પૂજ્ય વેદાંત કુમાર ના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી.અલૌકિક લ્હાવો વૈષ્ણવો લઈને ધન્યતા અનુભવી હતી બંને વૈષ્ણવાચાર્યઓએ શ્રદ્ધાળુઓએને શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા.





Reporter: admin