વડોદરા : પ્રમુખ કિશોરકુમાર એલ કેસારકર વડોદરા શહેર જીલ્લા નિવૃત પોલીસ કર્મચારી ગ્રુપ છેલ્લા ૬ વર્ષથી વિવિધ પ્રકારના ગામોમાં તથા શાળાઓમાં ગરીબ જરૂરીયાત મંદ બાળકો મહિલાઓ પુરુષી તથા વૃધોને અન્ન/વસ્ત્ર દાનની નિસ્વાર્થ સેવાઓ અમારા પરિવારના સભ્યો તથા લોક ભાગીદારી થી પુરી પાડે છે.

નર્મદા જીલ્લાના ઝરવણી ગામમાં રહેતા આદિવાસીઓના આશરે ૪૦૦ થી ૫૦૦ મકાન વાળાઓને ઝરવણીના શ્રી ગજનંદ આશ્રમના વહીવટ કરતા શ્રીમતિ મમતા દીદી અને મદનપુરીનાઓના સહકારથી અંદાજીત ૫૦૦ સ્વેટર એટલાજ પ્રમાણમાં નાના બાળકો થી પુખ્તવયના પુરૂષો,મહિલા ઓને સ્વેટરો કપડા અનાજ કરિયાણું ચપ્પલો, ગેસ સગડી, ક્રિકેટનું પૂર્ણ સામાન વિગેરે તમામ નવી વસ્તુઓ ગુરવાર તા ૩૦/૦૧/૨૦૨૫ના રોજ સવારના ૭.૦૦ વાગ્યે વડોદરથી આપવા જવા પ્રસ્થાન કરવામાં આવશે.



Reporter: admin