વડોદરા : શહેરમાં સતત બીજા દિવસે લૂખા તત્વોના આતંકની ઘટના બનીછે.મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વ્યાપારીને બાનમાં લેવા પ્રયાસ કરાયો હતો.

જેલ માંથી છૂટયા બાદ માથાભારે મન્જીદરસિંગ રાયએ મકરપુરામાં આતંક મચાવ્યો હતો.વ્યાપારીએ પૈસા માંગતા માથાભારે યુવક અકળાયો હતો.રોષે ભરાયેલા યુવક દ્વારા વ્યાપારી પર તલવારથી હુમલાનો પ્રયાસ થયો હતો.સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.યુવક સામે અપહરણ તેમજ ગેરકાયદે હથિયાર રાખવાની નોંધાઈ ફરિયાદ ચૂકી છે.માથાભારે મન્જીદરસિંગ રાયનો વરઘોડો કાઢવાની માંગ ઉઠી છે .



Reporter: admin