ભાજપાએ આ વખતે સરકાર બનાવવા માટે સાથી પક્ષો ઉપર નિર્ભર રહેવું પડ્યું છે. અને તેઓ પાસે સૌથી વધુ બેઠક ધરાવતા બે મોટા ચહેરા નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ છે.
જો કે આ બંને ઉપર એનડીએનો દારોમદાર રહ્યો છે. ત્યારે હવે આજની બેઠકમાં મોટા મોટા સોડા થવાની શક્યતા છે. ચંદ્રાબાબુ નાયડુ પાસે પોતાની ડિમાન્ડનું લાંબુંલચક લિસ્ટ છે જો તે પરિપૂર્ણ થશે તો જ ટીડીપી આ ગઠબંધનમાં જોડાશે તેવું કેટલાક લોકોનું માનવું છે ચંદાબાબુ નાયડુ હાલ દિલ્હી તો પહોંચી ગયા છે. પરંતુ કેટલાક લોકોનું એમ પણ માનવું છે કે ભાજપાએ ચંદ્રાબાબુ નાયડુને ખુબ હેરાન કર્યા હતા જેનો બદલો પણ લઈ શકે છે. સૂત્રોનો દાવો છે કે તેઓ લોકસભા સ્પીકર પદ અને કેન્દ્ર સરકારમાં ઓછામાં ઓછા 5 મહત્વપૂર્ણ મંત્રીઓની માંગ કરી શકે છે.ચંદ્રાબાબુ નાયડુની પ્રાથમિકતા આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજ્જો મેળવવાની અથવા તેના બદલામાં વિશાળ આર્થિક કેન્દ્રીય સહાયનું પેકેજ મેળવવાની પણ હોવાનું જાણવા મળી રહ્યું છે.ત્યારે આજની બેઠકમાં તેઓનો શું રૂખ રહે છે તે જોવું રહ્યું.
Reporter: News Plus