News Portal...

Breaking News :

લોસ એંજલસના જંગલમાં લાગેલી આગમાં ઘર ગુમાવનારા સેલિબ્રિટીઓમાં લેઇટન મીસ્ટર અને એડમ બ્રોડી પેરિ

2025-01-11 11:21:06
લોસ એંજલસના જંગલમાં લાગેલી આગમાં ઘર ગુમાવનારા સેલિબ્રિટીઓમાં લેઇટન મીસ્ટર અને એડમ બ્રોડી પેરિ


લોસ એંજલસ : અમેરિકાના લોસ એંજલસના જંગલમાં લાગેલી આગ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. 


આ દરમિયાન અહીંયા ઓછામાં ઓછા 11 લોકોના મૃત્યુ થયા છે અને સેંકડો ઇમારત આગમાં સ્વાહા થઈ ગઈ છે. આગથી પ્રભાવિત બે લાખ લોકોને વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. ફાયરકર્મીઓની તમામ કોશિશો છતાં આગ કાબુમાં આવી રહી નથી. આગને લઈ નાસા દ્વારા સેટેલાઇટ ઇમેજ જાહેર કરવામાં આવી છે. જેમાં જ્યાં જુઓ ત્યાં માત્ર આગના ગોળા જ દેખાય છે.કેટલાક વિસ્તારોમાં આગના ગોળા હજુ પણ ધખધખી રહ્યા છે. આગ લાગવા પાછળના કારણોની તપાસ ચાલી રહી છે. હોલિવૂડનું ઘર ગણાતા લોસ એંજલસને કરોડો ડોલરનો લોસ થયો છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર પેસિફિક મહાસાગરના કાંઠે વસેલા પલિસેડ્સ વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. અનેક ઐતિહાસિક ઇમારતો આગ લાગવાથી નાશ પામી છે. આગને કાબુમાં લેવા માટે પ્રયાસ થાય ત્યારે જ બીજા કોઇ નવા સ્થળે આગ લાગવાની ઘટના બની રહી છે. જેને લઈ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોસ એંજલસ કાઉન્ટીના શેરિફ રોબર્ટ લૂનાએ કહ્યું, તેમને ત્યાં મૃતકોની સંખ્યા વધી શેકે છે. અહીંયા બોમ્બ ફેંકવામાં આવ્યો હોય તેવું લાગે છે. શેરિફ લૂના મુજબ, કેટલાક વિસ્તારોમાં લૂંટફાટ અને ચોરીની ઘટનાઓ વધી છે. આ મામલે 20થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પેલિસેડ્સની ભીષણ આગાની જેમ ઈટન વિસ્તારમાં લાગેલી આગ પણ અનિયંત્રિત છે. આ દરમિયાન હોલિવૂડ હિલ્સમાં ફેલાયેલી આગથી 5300 ઈમારતો નાશ પામી છે. જેમાં ઘર, સ્કૂલ અને પ્રતિષ્ઠિત સનસેટ બુલેવાર્ડ સ્થિત વ્યવસાયિક ઇમારતો પણ સામેલ છે.આગમાં ઘર ગુમાવનારા સેલિબ્રિટીઓમાં લેઇટન મીસ્ટર અને એડમ બ્રોડીનો સમાવેશ થાય છ

Reporter: admin

Related Post